Back

કચ્છ જિલ્લામાં વીજ વિભાગની ચોમાસા દરમિયાન પ્રસંસનીય કામગીરી ઓછી મુશ્કેલીઓ પડવાથી ગ્રાહકો થયાં ખુશ

બિમલ માંકડ 78745 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : નવીન મહેતા - ગૌતમ બુચીયા


કચ્છ જિલ્લામાં વીજ વિભાગની ચોમાસા દરમિયાન પ્રસંસનીય  કામગીરી ઓછી મુશ્કેલીઓ પડવાથી ગ્રાહકો થયાં ખુશ


કચ્છમાં બે દિવસ ભારે વરસાદ ને કારણે જ્યારે જનજીવન ખોરવાયું હતું  ત્યારે પીજીવીસીએલ કચ્છ વિભાગ દ્ઘવારા  વીજ પુરવઠો સતત ચાલુ રહ્યો હતો તેથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના લોકોને મોટાભાગે  આ ચોમાસામાં વીજ પુરવઠો મળી રહ્યો હતો  ભુજ શહેર સબડિવિઝનમાં ૧૭૭  વીજ ફોલ્ટ અને સીટી  બે સબડીવીઝન વિભાગમાં ૧૫૮ વિજ ફોલ્ટ ની વરઘી આવી હતી જે આજ સુધીમાં તે વરઘી ઓ ભરાઇ જશે અને પાવર ચાલુ થઈ જશે તે સિવાય સમગ્ર જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં ખેતીવાડીના ૫૨૯ ફિડર આવેલા છે, જ્યોતિગ્રામ ના ૨૧૦ ફિડર માથી ૨૭ ફિડર ફોલ્ટ માં છે કારણકે અબડાસા અને લખપત ના અમુક વિસ્તારોમાં સબસ્ટેશનમાં પાણી ભરાયા છે તેમજ જ્યાં જઈ શકાતું નથી તેવા વિસ્તારોમાં અને પાણી ભરાયા છે તેવા ફિડર ફોલ્ટમાં છે  જ્યાં પહોંચી શકાશે તેવા બાકીના ફિડરો ત્વરિત રીપેર કરી લેવામાં આવ્યાં હતાં તે સિવાય અર્બન એરિયામા ૭૪ વીજ ફીડર છે તેમાંથી ૭૪ તમામ ચાલુ છે, ઇન્ડસ્ટ્રિયલના ૫૨, એચ .ડી. એક્સપ્રેસ ના ૮૩ ફિડર  અને ઈ.એચ. ટી.ના ૪૬ ફિડર છે એ તમામે તમામ  ચાલુ છે અને તેમાં પાવર સતત મળતો રહે છે એ રીતે જોઈએ તો માત્ર જ્યોતિગ્રામ ના જેમાથીગામડાઓમાં વીજળી આપવામાં આવે છે તેવા ૨૭  ફિડર ફોલ્ટ હતાં તેમાં મોટાભાગના ચાલુ થઇ કરી દેવાયાં છે જ્યાં  પહોંચી શકાતું હશે  ત્યાં તમામ ફિડર ચાલુ થઇ જશે તેવું કચ્છ જિલ્લાના અધિક્ષક ઇજનેર એ.એસ ગરવા એ વાતચીતમાં જણાવ્યું હતું ચાલુ સાલે વીજ  વિભાગે  સારું મેન્ટેનન્સ કર્યું હોવાને કારણે વરસાદ ના સમય દરમિયાન કોઇ મોટી મુશ્કેલી ઓ નો સામનો વીજ ગ્રાહકોને કરવો પડ્યો નથી અને વિજ પુરવઠો સતત ચાલુ રહ્યો હતો કોઈ જગ્યાએ ઝાડ કે વિજ વાયર તૂટી જવાથી અને કોઈ કારણસર ફોલ્ટ ઊભા થયા હતા તે તાત્કાલિક નીવારી લેવામાં આવ્યા હતાં અને વહેલી તકે ગ્રાહકોને વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ વિભાગ એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે તે બાબત  લોકોએ પણ અનુભવી છે આ એક કપરો સમય છે અને જે સમયે વરસાદ વરસતો હોય, પવન ફૂંકાતો હોય ત્યારે વીજ પુરવઠો સતત ચાલુ રાખવો મુશ્કેલ હોય છે અને તેવા વાતાવરણમાં વિજ વિભાગના કર્મચારીઓને કામ કરવું પણ મુશ્કેલ હોય છે તેમ છતાં પીજીવીસીએલ એટલે કે વીજ વિભાગે ખૂબ જ સમર્પિત થઈને વીજ પુરવઠો ચાલુ રહે તે માટે કાર્યવાહી કરી છે તેવી તમામ વિગતો અધિક્ષક ઈજનેર ગરવા કાર્યપાલક ઇજનેર વરસાણી તેમજ નાયબ ઈજનેર ભુજ શહેર એ આપી હતી એ નોંધનીય છે કે ઘણા વર્ષથી જ્યારે સામાન્ય વરસાદ પડે ત્યારે પણ વીજ પુરવઠો ખોરવાય છે પરંતુ આ બે દિવસના વરસાદમાં અને તોફાની પવન સાથે હોવા છતાં વીજ વિભાગની સારી કામગીરીને કારણે ગ્રાહકોને કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો નથી પડ્યો નથી તેથી વિભાગ અને અઘિકારી ઓ અને કર્મચારી ઓ અભિનંદન ને પાત્ર છે

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..