Back

વડાપ્રધાનના જન્મ દિવસે ૩૭૦ ની કલમને આવકારવા મેડિકલ કેમ્પ તથા ફ્રૂટ વિતરણ કરાયું.

જમ્મુ – કાશ્મીર પુનઃગર્ઠન અધિનિયમ – ૨૦૧૯ રજૂ કરી ભારત સરકારે બંધારણીય અનુચ્છેદ ૩૭૦ ની કલમ રદ કરી સમસ્ત ભારતમાં એક વિધાન - એક નિશાન – એક પ્રધાન ને જીવંત કર્યું. ૩૭૦ મી કલમ હટતા હવે કાશ્મીર જમ્મુ માં હવે ભારતના સવિધાન ની બધીજ કલામ લાગુ થશે તેવીજ રીતે ભારત સરકારની બધી જ લાભાવીન્ત યોજનાઓ નો લાભ કાશ્મીર ના દરેક નાગરિક ને પ્રાપ્ત થશે.

૩૭૦ કલમ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા સમગ્ર ગુજરાતમાં આજરોજ ભારતના યશસ્વી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન ૨૫ સપ્ટેમ્બર પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ના જન્મ દિન સુંધી કુલ્લ ૩૭૦ મેડિકલ કેમ્પ ના આયોજન કરવામાં આવશે જે અંતર્ગત આજ રોજ અદાણી હોસ્પિટલ - જી.કે. જનરલ હોસ્પિટલ તેમજ કચ્છ જિલ્લા ભાજપ ડોકટર સેલ દ્વારા આજે મેઘા મેડિકલ કેમ્પ તથા ભુજ શહેર / તાલુકા તથા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેમજ જી.કે.જનરલ હોસ્પિટલ માં ફૂડ વિતરણ કરી જન્મદિન ની ઉજવણી કરવામાં આવી હતી.

અદાણી હોસ્પિટલ મધ્યે ડો.સેલ દ્વારા આયોજિત કેમ્પમાં સર્વ ગુજરાત રાજય મંત્રી વાસણભાઈ, સાંસદ વિનોદભાઇ ચાવડા, ભાજપ જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ડો.નિમાબેન, જિલ્લા સમા હર્તા નાગાર્જુન જી, ડી.ડી.ઓ. પ્રભવભાઈ જોશી, નગરપાલિકા અધ્યક્ષ લતાબેન સોલંકી, ભાજપ જિલ્લા મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ, શૈલેન્દ્રસિંહજી તથા ભુજ શહેર નગર સેવકો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જયારે જિલ્લા ભાજપ યુવા મોરચા આયોજિત મેડિકલ કેમ્પમાં પ્રમુખ રાહુલભાઈ ગોર, પ્રફુલસિંહ જી જાડેજા, મયુરસિંહજી જાડેજા, સાત્વિકભાઈ ગઢવી, કમલભાઈ ગઢવી, દિવ્યારાજસિંહ, અંકુરભાઈ રાજદે સાથે યુવા ભાજપના કાર્યકરો જોડાયા હતા. 

 

 

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..