Back

સાંસદ આયોજિત 'ગાંધી સંકલ્પ યાત્રા' અબડાસા-નખત્રાણા તાલુકાના વિસ્તારોમાં પહોંચી

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટર: ગૌતમ બુચિયા


સ્વરાજ આધુનિક સંસ્કૃતિ, સ્વાવલંબી,અહિંસાના વિચારોને આત્મસન્માન આપતા મહાત્મા ગાંધી યુગ પુરુષ હતા:સાંસદ  વિનોદભાઇ ચાવડા

બ્રિટિશ શાસન વિરુધ્ધ ભારતીય સ્વતંત્રતા રાષ્ટ્રીય અહિંષક ચળવળના નેતા અને સત્ય- અહિંષાના પૂજારી ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતિ રાષ્ટ્રમાં જ નહીં દેશ – વિદેશમાં ઉજવાઇ રહી છે. ત્યારે લોક નાયક આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન,પર્યાવરણ જતનના આહ્વાનને સાર્થક કરવા કચ્છ સાંસદે કચ્છના ૧૦ તાલુકા અને માળીયા મોરબી વિસ્તારમાં “ગાંધી સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અબડાસા-નખત્રાણા તાલુકાનાં ગામોમાં પદ યાત્રા કરી સત્ય-અહિંસા,સ્વચ્છતા પર્યાવરણ જતનનો સંદેશ પ્રસરાવ્યો હતો. પ્લાસ્ટીક મુક્ત ભારત ના સ્વપ્નને સાકાર કરવા કાપડની થેલી, ગાંધીજીના સ્મૃતિ પુસ્તિકાઓ, વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ગાંધી વંદનાની  સંકલ્પ યાત્રામાં ગામે ગામથી લોકો ઉમંગ ભેર જોડાઈ રહ્યા છે.તેમ જણાવતા સાંસદે ભારતના ભવિષ્ય સ્વરૂપ આગામી પેઢી માહાત્મા ગાંધીના વિચારો આત્મસાત કરે,સ્વતંત્ર્ય સેનાની-વડીલોના સન્માન થાય,લોકો દરેક કાર્યથી પરિચિત બને તેવી મારી લાગણીઓને વાચા આપવા  પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. 

આજે યાત્રામાં સાંસદ વિનોદભાઇ ચાવડા,જયસુખભાઈ પટેલ, રાજેશ પલણ,વસંત વાઘેલા સાથે નખત્રાણા-અબડાસા તાલુકાના ભાજપના પદાધિકારી,મોરચા સદસ્યો,સક્રિય સભ્યો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..