Back

હિન્દૂ યુવા સંગઠન દ્વારા આયોજિત નવરાત્રીમાં ખેલૈયાઓ મનમૂકીને જુમી રહ્યાં છે : આરતી બાદ રાષ્ટ્રગાન કરીને પર્વની કરાય છે ઉજવણી

બિમલ માંકડ 78746  35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ 


રિપોર્ટ : બિમલ માંકડ - ગૌતમ બુચીયા


ભુજના વ્યાયમશાળાનાં ગ્રાઉન્ડમાં હિન્દૂ યુવા સંગઠનની ગરબીમાં ખેલૈયાઓ મનમૂકીને જુમી રહ્યાં છે 


આષોના નવલાં નોરતાની રાહ જોતાં યુવા હૈયાઓના ઓરતા પુરા થયાં અને નવરાત્રી પણ આવી પહોંચી ત્યારે એક તરફ વરસાદી વિઘ્ન વચ્ચે પહેલું નોરતું રંગેચંગે આરતી ના નાદ સાથે ખેલૈયાઓએ રાષ્ટ્ર ગાન ગાઈને નવલાં નોરતાનો પ્રારંભ કર્યો હતો અને હિન્દૂ સંસ્કૃતિને જાળવી રાખવાની પરંપરા સાથે આ ભુજના વ્યાયમશાળા ખાતે હિન્દૂ યુવા સંગઠન દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી,અંજાર અને ત્યારબાદ ભુજ ખાતે આ પ્રથમ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને તેની વિશેષતાએ છે કે આ વિશાળ મેદાનમાં વિના મૂલ્યે ખેલૈયાઓ મનમૂકીને જુમી શકે છે અને અહીં રમવા આવતા અને નવરાત્રીનું આનંદ માણવા આવતા દરેક દર્શકોને તેમના મસ્તકે કુમકુમ તિલક અને ગૌમૂત્રનું છંટકાવ કરાવવું ફરજીયાત છે જેથી કરીને આ પવિત્ર જગ્યાએ ગરબાની રમઝટ માણવા આવનારા લોકો હિન્દૂ સંસ્કારો અને હિંદુત્વની ભાવનાથી જોડાયેલા રહે અને આ ગરબીમાં માત્ર આધ્યાશક્તિના ગરબા અને સંસ્કૃતિને જાળવી રાખતા ગુજરાતી ગીતો સાથેજ ઝૂમવાનું છે તો બીજી તરફ આ ગરબીમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પરિધાનમાં સજ્જ થઈને માતા બહેન અને દીકરીઓને પધારવા કહેવાયું છે અને આ પ્રાંગણમાં દારૂ જેવું કોઈપણ કેફી દ્રવ્યનો નશો કરીને અંદર પ્રવેશ નિષેધ છે અને કોઈ પણ દીકરીને આ ગરબીમાં તેના સ્વજનો મૂકીને જાય અને તેને લેવા ન આવીશકે તેવી પરિસ્થિતિ ઉતપન્ન થાય તેવા સંજોગોમાં આ હિન્દૂ યુવા સંગઠનની મહિલા કાર્યકરો તે દીકરીને જાતે જઈને તેના ઘર સુધી હેમખેમ પહોંચાડવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે આવી સુવિધા વચ્ચે પણ શુશોભીત સ્ટેજપર સાજીંદાઓ અને સુરીલા ગાયકો મનમૂકીને નવરાત્રીની ગરિમા જાળવી વિશાળ મેદાનમાં યુવા હૈયાઓને ડોલાવી રહ્યાં છે ત્યારે આ ગરબીમાં શુટિંગ કરવું ફોટા પાડવા જેવી હીન પ્રવૃત્તિ કરનાર પર હિન્દૂ યુવા સંગઠનના કાર્યકરો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને અહીં રમવા આવતી કોઇપણ મહિલાને લુખ્ખા તત્વોનો ભોગ બનવાનો વારો ન આવે ત્યારે નાણાં રડીલેવા અને કરોડોની કમાણી કરતી ગરબીઓએ આવી ગરબીઓમાંથી પણ કંઈક શીખ લેવી જોઈએ તેવું લોકોએ જણાવ્યું હતું ત્યારે તંત્રએ પણ નવરાત્રીના પાવન પર્વમાં ખેલૈયાઓને મુશ્કેલી ન પડે અને મારામારી જેવા બનાવો ન બને તે માટે કોમર્શિયલ ગરબીના ગેટ પાસે આલ્કોહોલ ટેસ્ટ મશીન રાખવું જોઈએ તેવું પણ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે હિન્દૂ યુવા સંગઠન દ્વારા યોજાયેલ પ્રથમ નવરાત્રી મહોત્સવમાં સુરવીરતાની નિશાની ભાલે કુમકુમ તિલક સાથે આધ્યાશક્તિના પર્વની ઉજવણી વિશાળ ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખીચોખીચ જોવા મળી રહ્યો છે અને આ પર્વની ઉજવણી આ ગરબીમાં રમવા આવતા પરિવારને કોઈપણ ખર્ચ કર્યા વગર વિના સંકોચે આનંદ માણી રહ્યાં છે ત્યારે ભુજ શહેરના નાગરિકોએ આ કાર્યને સહર્ષ વધાવ્યું હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..