Back

શ્રી અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી મેઘવાળ સમાજ દ્વારા સમાજના સંગઠન અને ધર્મસ્થાનોના વિકાસ અર્થે યોજાઈ મીટીંગ તો કચ્છ કલેકટરનું કરાયું સન્માન

બિમલ માંકડ 78746 35092


વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ


રિપોર્ટર: ગૌતમ બુચિયા


શ્રી અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી મેઘવાળ સમાજ દ્વારા સમાજના સંગઠન અને ધર્મસ્થાનોના વિકાસ અર્થે યોજાઈ મીટીંગ તો કચ્છ કલેકટરનું કરાયું સન્માન

શ્રી અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજની મીટીંગ પ્રમુખ ધર્મેન્દ્ર આર.ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સમાજનું સંગઠન મજબુત કરવા, આગામી સ્નેહમીલન યોજવા ચર્ચા વિચારણા કરવામાં આવી,સમાજવાડી તેમજ શૈક્ષણિક બાબતે ચર્ચા થઈ.સમાજના આગેવાનોએ નવનિયુકત કલેકટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ગુર્જર સમાજના ધાર્મિક સ્થાનોને વિકાસ કરવા આહવાન કરાયું.

તાજેતરમાં શ્રી અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજની એક ઔપચારિક અગત્યની મીટીંગ સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર આર. ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં સમાજના ઉપપ્રમુખ અને કચ્છ જિલ્લા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા,જિલ્લા ઉપપ્રમુખ નારાણભાઈ દાફડા ,ઉપપ્રમુખ દેવજીભાઈ કાગી,ટ્રસ્ટી મીઠુભાઈ વાઘેલા,મહામંત્રી સામજીભાઈ વાણીયા,એડવોકેટ ધનજીભાઈ મેરીયા,ભુજ તાલુકાના પ્રમુખ પુંજાભાઈ કાગી,નખત્રાણા તાલુકાના પ્રમુખ મોહનભાઈ ચાવડા,જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ દાફડા,રમેશભાઈ દાફડા તેમજ કાનજીભાઈ ચૌહાણ,હીરાભાઈ કારાભાઈ ,દિનેશ પરમાર, એડવોકેટ ગીરીશ ગોહિલ, ઉપપ્રમુખ ચુનીલાલ લોંચા, સરપંચ પરસોતમ દાફડા, જીવરાજ વાઘેલા,નથુભાઈ વાઘેલા (સરપંચ),દિનેશ વાઘેલા, ચંદુલાલ વાઘેલા,લાલજી વાઘેલા, વિશ્રામ જાદવ,મુકેશ પરમાર, કચ્છ યુવા પાંખના પ્રમુખ રાજીવ લોંચ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહી સમાજના સંગઠન મજબુત કરવા વિગતે ચર્ચા કરી હતી.

સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, સમાજનું જિલ્લા કક્ષાનું સંગઠન વધારે મજબુત કરી ગુર્જર મેઘવાળ સમાજના આરાધ્ય દેવ એવા સંતશ્રી ત્રિકમ સાહેબ,સંતશ્રી કબીર સાહેબ,સંતશ્રી રામદેવપીર દાદા અને સંતશ્રી કેશવમુળ પ્રકાશના સ્થાનકોનું અને તેમનું પ્રચાર માધ્યમથી વિકાસ કરી સમાજલક્ષી કાર્યવાહી કરવા જણાવ્યું હતું . 

આ પ્રસંગે કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને ઉપપ્રમુખ વસંતભાઈ વાઘેલાએ આ સમાજમાં તાલુકા - તાલુકા કક્ષાએ શિક્ષણનું પ્રમાણ અને સુવિધા વધે તે માટે આહવાન કરી યોગ્ય રજુઆતો અને દરખાસ્તો તૈયાર કરવા જણાવ્યું હતું.ઉપપ્રમુખ શીવજીભાઈ કાગી અને ચુનીલાલભાઈ લોચા એ આગામી દિવસોમાં ભવ્ય સ્નેહ મિલન ગોઠવવા સમાજને વિનંતી કરી હતી.

સમાજના મહામંત્રી સામજીભાઈ વાણીયાએ સમાજના તમામ પ્રશ્નો અંગે વિગતે માહિતી આપી સમાજનું સમગ્ર કચ્છ લેવલનું સંગઠન મજબુત થાય,શિક્ષણનું પ્રમાણ વધે,ધંધા - રોજગારનું પ્રમાણ વધે તે દિશામાં સમાજને માર્ગદર્શક શિબીર યોજવા અનુરોધ કર્યો હતો.સમાજના મંત્રી એડવોકેટ ધનજી મેરીયા અને પ્રેમજીભાઈ દાફડાએ સમાજના આગેવાન ઉપર થતા અત્યાચારો સામે એક થઈ સમાજ વિરોધી તત્વો સામે કડક હાથે કામ લેવા અને સંગઠન ઉભું કરવા સમાજને આહવાન કર્યું હતું. 

આ મીટીંગમાં ગુર્જર મેઘવાળ સમાજના આરાધ્ય દેવોના સ્થાનકોનું વિકાસ કરવું,આગામી સ્નેહમીલન યોજવો,શિક્ષણ અને સંગઠન ઉપર ભાર મુકવું, રોજગાર લક્ષી અને ઉચ્ચ શિક્ષણ માટે શીબીરો યોજવા,ઠરાવ કરવામાં આવ્યા હતા તેવું સમાજના મહામંત્રી સામજીભાઈ વાણીયાએ જણાવ્યું હતું.

મીટીંગનું સંચાલન નારાણભાઈ દાફડાએ કર્યું હતું અને આભારવિધી રમેશ દાફડાએ કરી હતી.

મીટીંગ બાદ નવનિયુકત કલેકટરને સમાજના તમામ આગેવાનઓએ કલેકટર એમ. નાગરાજનને સાલ ઓઢાળીને સન્માન કર્યું હતું.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..