Back

મોમાય માતાજી ના મેળો તથા હોમ હવન નું ભવ્ય આયોજન

હરપારીયા કોલી પરિવાર દ્વારા ગામ પધ્ધર કોલીવાસ મધ્યે મોમાય માતાજી ના મેળા તથા હોમ હવન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

   પધ્ધર ગામ  સ્થિત કોલી વાસ મધ્યે કોલી જ્ઞાતિ ના હરપારીયા પરિવાર વતી શ્રી મોમાય માતાજીના સેવકગણ તથા હરપારીયા કોલી પરિવાર દ્વારા મોમાય માતાજીના મેળાનું આયોજન થયું જેમાં, તારીખ ૦૪/૧૧/૨૦૧૯ કારતક સુદ ૮ (આઠમ) ને સોમવાર ના રાત્રી દરમ્યાન ચીરઈ ગામના ગણેશાભાઈ દ્વારા ભજન સંતવાણી રજુ કરાઈ હતી તથા સાહિત્ય રસ લોડાઇ ગામના જગદીશભાઈ બારોટ દ્વારા રજૂ કરાયું હતું  જેમાં પધ્ધર ગામ ના સરપંચ તથા તાલુકા સદસ્ય અને પંચાયત સભ્યો તથા નામી અનામી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સહુ મહેમાનો તથા ગ્રામજનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

        જોષી નરશીભાઈ માધવજીભાઈ દ્વારા તા.૦૫/૧૧/૨૦૧૯ કારતક સુદ ૯ નોમના સવારે ૮:૦૦ કલાકે હવન હોમ પૂજન કરવામાં આવ્યુ માતાજી ના હવન મા કોલી સમાજ નાં લોકો જોડાયા હતાં  ખાસ કરીને કોલીવાસ મધ્યે આવા ધાર્મિક કાર્ય નું આયોજન થતા ગામલોકોએ પણ ખુશીની લાગણી વ્યકત કરી હતી. માતાજી ના દર્શન અને હોમ હવન ની વિધિસાથે પ્રસાદ મેળવી સહુ ભક્તો ખુશ થયા હતા. બાદ આ શુભ ધાર્મિક પ્રસંગ ની આનંદ થી પુર્ણાહુતી કરવામાં આવી હતી.

        હરપારીયા કોલી પરિવાર ના ભાઈયાતો તથા યુવા સભ્યો જેમા મોમાય ગ્રુપ પધ્ધર તથા  મોમાયગ્રુપ નવાગામ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન નિષ્ઠાપૂર્વક કામ કરવા પધારેલ મહેમાનોની સેવા કરી હતી.

માતાજીના મેળા દરમ્યાન નું સમગ્ર કાર્યક્રમ માતાજીના સેવક ગણ પુજારી ભાણબાઈ આરત કોલી , સવજીભાઈ હમીર કોલી, વિશ્રામભાઈ સામત કોલી, જખુભાઈ કોલી, રામજીભાઈ કોલીમાધાપર ના વડીલ સામતભાઈ અભાભાઈ કોલી તથા  હરપારીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું,             

 

 

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..