Back

ભુજ હાથલારી સંગઠને ટ્રાફિક પોલીસને લખ્યો પત્ર

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છ


ભુજ શહેર શેરી  ફેરીયા સંગઠને વિવિધ માંગણીઓ સાથે ભુજ પાલિકા તેમજ ટ્રાફિક પોલીસ ને પત્ર લખ્યો

તાજેતરમાં ભુજમાં ટ્રાફિકને અવરોધરૂપ હતાં તેવા દબાણો ફેરિયાઓને અને  તેમની રેકડીઓને ભુજ નગરપાલિકાએ ટ્રાફીક પોલીસની મદદથી  ટ્રાફિકને અડચણરૂપ રેકડીયો ભુજના વાણીયાવાડ વિસ્તાર તેમજ જુના એસટી બસ્ટેશન વિસ્તારમાંથી હટાવી હતી તેના સંદર્ભે ભુજ શહેર  શેરી ફેરીયા સંગઠને શેરી ફેરીયા  અઘિનિયમ ૨૦૧૪ નો અમલ કરવા તેમજ વૈકલ્પિક જગ્યા ની  ભુજ નગરપાલિકા પાસે માંગ કરી છે ભુજ શહેર શેરી ફરિયા સંગઠનના પ્રશ્નોને લઇને ભુજ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં મિટિંગ બોલાવીને આ સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે અને ફેરિયાઓને સાંભળીને તેમના પ્રશ્નો કાયદાકીય રીતે   નિકાલ કરાશે પરંતુ બીજી તરફ ભુજ શહેરમાં વર્ષોથી પાર્કિંગ પ્લોટો ઉપર દબાણ કરીદેવાયું છે પરંતુ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ એટલે કે ભાડા અને ભુજ નગરપાલિકા આવા પ્લોટો ખાલી કરાવવામાં ઊત્સુક હોય તેવું જણાતું નથી તેમ જાણકારો કહી રહ્યાં છે શહેરમાં અનેક જગ્યાએ ધંધાર્થીઓ દ્વારા દબાણો થઈ રહ્યાં છે તેને લઈને ટ્રાફિકની સમસ્યાઓ ઉભીથઇ છે હવે ભુજ નગરપાલિકા અને ફેરીયા સંગઠન વચ્ચે થયેલ ચર્ચામાં કઈ રીતે ટ્રાફિકની સમસ્યા હલ થશે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું  


ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..