Back

લોક કલ્યાણ અર્થે આગળ ધપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં વિનોદભાઇ ચાવડા

સર્વજન હિતાથ સર્વજન સુખાયએ સૂત્ર નહીં પણ કાર્યમંત્ર બનાવનાર આપણાં આદરણીય લોકનાયક નરેન્દ્રભાઈ મોદી એ બતાવેલ પ્રેરણાદાયી માર્ગ પર ચાલી ને તેઓ પ્રજાહિત ના કાર્યો માટે પ્રતિબધ્ધ રહ્યા છે. તેઓ પ્રજાનો હીસ્સો બની લોક કલ્યાણ અર્થે આગળ વધ્યા છે, ભાજપ ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ લખપત અબડાસા, ગાંધીધામ, અંજાર, રાપર વિસ્તારનો લોક સંપર્ક પ્રવાસ પુરો કરી માંડવી શહેર માં જન સંપર્ક કર્યો હતો.માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જનસંપર્ક પ્રવાસમાં જણાવ્યુ હતું કે સરકારની પ્રજાલક્ષી કલ્યાણ યોજનાઓ ને જન જન સુધી લઈ જવાનું માધ્યમ બનવા અને અમલીકરણ, સંકલન લોક ભોગ્ય બનાવવા માટેનો આપણે અવસર મળ્યો છે તેને આપણે કમળપર મત આપી વિનોદભાઇ ચાવડાને જંગી લીડ થી વિજયી બનાવવા ની અપીલ કરી હતી. જ્યારે રાજયમંત્રી તારાચંદ છેડા એ જણાવ્યુ હતું કે પ્રજા વત્સલ નરેન્દ્રભાઈ મોદી ની દિધ્ર દ્રષ્ટિ અને પ્રેરણા થી આપણે તેમના નવા ભારતના સંકલ્પને બળપુરૂ પાડવાનું છે ઉજજવલ ભારતના ખેવનહાર મોદીને પૂર્ણ બહુમતી થી ફરી ભારતની શાસનધુરા સોંપવાની છે તેવું  છેડા એ જણાવ્યુ હતું.માંડવી શહેરમાં ચાવડા સાથે રાજ્યમંત્રી તથા અંજાર ધારાસભય વાસણભાઈ આહીર, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, સર્વ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે, અરવિંદભાઇ ગોહિલ, રાજેશ કાનાણી, વિજયભાઇ ચૌહાણ, દિનેશ હિરાણી, મેહુલશાહ,  જિગ્નેશ કસ્ટા, રાણશી ગઢવી, નરેંદ્ર પીઠડીયા, ઊર્મિલાબેન પીઠડીયા, ઉદય ઠાકર, ગીતાબેન ગોર, નિમેશદવે, દર્શન ગોસ્વામી, તારાબેન ગોસ્વામી, નરેન્દ્ર સોની, વૈશાલીબેન ઘુવડ, હરેશ વિઝોણા, અસગર નુરાની, અસગર નારેજા, ઇભલા ઓઢેજા, મેઘરાજ ગઢવી, વિજય ગઢવી સહ ભાજપના કાર્યકરો શુભેચ્છકો પદાધિકારીઓ, નગરસેવકો લોક સંપર્ક માં જોડાયા હતા.

ગાંધીધામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..