Back

આશા – વિકાશ અને આકાક્ષાં ની પૂર્તિ કરતું બજેટ – વિનોદ ચાવડા

સરકાર ની યોજનામાં ગામડા ગરીબ અને કિશાન ઉત્કર્ષ એ કેન્દ્ર બિંદુ છે.-વિનોદ ચાવડા (સાંસદ)

નવા ભારત નિર્માણ તરફ ના પંથ ને અનુરૂપ બજેટ માન. વીત મંત્રી નિર્મલા સિતારમણ તરફ થી આજે લોક સભામાં રજૂ કરવામાં આવ્યું જેમાં મધ્યમવર્ગ ખેડૂતો – શ્રમજીવીઓ અને જી.ડી.પી. વિકાસ તેમજ રોજગારીમાં ફાળો આપતી નીતિ વ્યવસ્થાનો સુમેળ દ્રષ્ટિ ગોચર થયો છે. તેમ સાંસદ વિનોદ ચાવડાએ બજેટ ને આવકારતા જણાવ્યુ હતું કે, મધ્યમ વર્ગીય અને ગ્રામીણ અર્થ વ્યવસ્થાના ચાલક બળ કિશાન પુત્રો ને રાહત આપતા બજેટમાં નવા રોકાણ તેમજ રોજગારી વધારવા માઇક્રો લઘુ અને મધ્યમ ઉધોગો ના વિકાસ માટે શ્રેણીબધ યોજનાઓ, ટેલિકોમ, ફાર્મા કંટ્રકશન ડેવલોપમેન્ટ અને પાવર સેકટર જેવા મહત્વના ઓધોગિક સેકટર ની સાથે સાથે સામાજિક વિકાસ, પછાત વર્ગો ના કલ્યાણ, વિદેશી મૂડી રોકાણ, સુદ્રઢ અને આરોગ્યપદ અર્થ વયવસ્થાનો સંકેત આપતું બજેટ છે.

 

ગ્રામીણ ઉત્કર્ષ, ગરીબ અને કિશાન ના એ આજના બજેટ નું કેન્દ્ર બિંદુ છે. તેમ જણાવતા સાંસદે જણાવ્યુ હતું કે આજના બજેટમાં નાના ઉધોગકારો ને ૨% લોન માફી માટે ૩૫૦ કરોડ, જયારે ૧.૯૫ કરોડ નવા પ્રધાનમંત્રી આવાસ બનાવવાના લક્ષ્ય સાથે ૧,૨૫,૦૦૦ કિમી પ્રધાનમંત્રી સડક યોજના માટે ૮૦,૨૫૦ કરોડનું પ્રાવધાન અન્નદાતા એ દેશના ઉર્જાદાતા તેમના પ્રશ્નોનાં નિરાકરણ માટે ૧૦ હજાર કિશાનોના ઉત્પાદક સંઘ બનાવવા, “હર ઘર નલ હર ઘર જલ” યોજના નું લક્ષ્ય, સ્વચ્છ ભારત અભિયાન, નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ બનાવવા, વર્લ્ડ કક્ષાની યુનિવર્સિટીઓ બનાવવા પર જોર, ઈલે.કાર ખરીદી પર વિશેષ છૂટ, ૧ કરોડ છાત્રો માટે સ્કિલ યોજના, રાષ્ટ્રીય ખેલ શિક્ષા બોર્ડનું ગઠન, મુન્દ્રા લોન અંતર્ગત મહિલાઓને ઉધમતા માટે ૧ લાખની લોન, મહિલાઓને ૫૦૦૦ સુધી ઓવર ક્રાફ્ટ સુવિધા, રેલ્વે બજેટમાં PPP મોડેલ ની સાથે આદર્શ કિરાયા કાનૂન દુકાનદારો અને ફેરિયા – પાથરણા વાળાને પેન્શન યોજના ૫૯, મિનિટ માં નાના ઉધોગકારો ને લોન સુવિધા, પાણી અને ગેસ માટે રાષ્ટ્રીય ગ્રીડ, પાન કાર્ડ ઉપરાંત આધારકાર્ડ થી પણ હવે ઇન્કમટેક્ષ રિટર્ન ભરી શકાવાનું પ્રાવધાન વીત મંત્રી એ આજે જાહેર કર્યું હતું.

 

શિક્ષણ, મહિલાઓ, ખેલ જગત, મેક ઇન ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા ને સવલત પ્રદાન કરતું બજેટ નવા ભારત તરફ પદાપર્ણ કરતું બજેટ છે. તેમ ચાવડાએ જણાવ્યુ હતું.