Back

કચ્છ ના પાણીના પ્રશ્ન બાબતે લોકસભા સત્રમાં જીરો અવર્સ માં પ્રશ્ન રજૂ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છ ના પાણીના પ્રશ્ન બાબતે લોકસભા સત્રમાં જીરો અવર્સ માં પ્રશ્ન રજૂ કરતાં

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા 

લોક સભા સત્રમાં જીરો અવર્સ માં આજે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ કચ્છના પાણી ના કાયમી ઉકેલ અને દુષ્કાળ ને દેશવટો આપવા સંદર્ભે પોતાના વિચાર રજૂ કરતાં જણાવ્યુ હતું કે, હાલે કચ્છ માત્ર ને માત્ર નર્મદા નદીના જળ આધારિત છે. કચ્છ માં કોઈ મોટી નદીઓ  નથી જયારે ગુજરાત માં રાજસ્થાન પાલી જિલ્લાની લૂણી નદી નું પાણી સાંચોર થઈ કચ્છના મોટા રણમાં નકામું વહી જાય છે. અને આબુ (રાજસ્થાન) થઈ બનાસ નદી ગુજરાતનાં પાલનપુર – રાધનપૂર થઈ કચ્છ ના રણમાં વહી જાય છે. અને બંને નદીઓનું પાણી નકામું જાય છે. કચ્છના રણમાં મોટો બંધ સરોવર બનાવી આ નદીઓના પાણી સંગ્રહ થાય તો કચ્છના માનવ જીવન પશુધન અને સિંચાઇ માટે ખુબજ ઉપયોગી થઈ શકે તેમ છે.

જયારે કચ્છ એ સિંધુ નો છેવાડા નો પ્રદેશ છે. ભવિષ્ય માં સિંધુ નું પાણી કચ્છને મળે જે પહેલા ભૂકંપ સમયમાં અલ્લાહ બંધ નિર્માણ થયું અને કચ્છમાં સિંધુના પાણી આવતા અટકી ગયા હતા. ત્યાથી પણ પાણી મળી શકે હાલે કચ્છના પૂર્વ વિભાગમાં તો નર્મદાનાં પાણી મળે છે. પણ પશ્ચિમ વિભાગ નર્મદા ના નીર થી વંચિત છે. જે કચ્છમાં ગુજરાત રાજસ્થાન ની નદીઓ નું પાણી વેસ્ટ જાય છે. તેનો સદઉપયોગ થઈ શકે તેમજ પાકિસ્તાન થી કચ્છના રણમાં છોડવામાં આવતું તિવૃતમ ક્ષાર યુક્ત પાણી આગળ વધતું અટકે

જળ સંસાધન મંત્રીને નિવેદન કરતાં જણાવ્યુ હતું કે મોટા બંધ બને તો ભૂતલ ઉપર આવે – સિંચાઇ, પશુધન અને માનવજીવન માટે તે ખુબજ અગત્યનું છે. તેમ વિનોદ ચાવડાએ શૂન્યકાળ સમય દરમ્યાન રજૂઆત કરી હતી.