Back

મંત્રી મંડળની રચના માટે શુભેસ્છા પાઠવતા સાંસદ વિનોદ ચાવડા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં શપથવિધી યોજાઇ જેમાં, મોદીની ટીમમાં ત્રણ ગુજરાત ના સાંસદોને મંત્રીપદ મળ્યું નયા ભારતની રચનામાં પૂર્ણ સહયોગની તક સાંપડી છે. ગુજરાત માટે ગર્વની વાત છે. સ્થિર સરકાર અને લોકતંત્ર ના પડાવમાં દેશના આ ભવ્ય મેન્ડેડ ને ચરીતાર્થ કરવાની અને મોદીજીના નેતૃત્વમાં અમને સેવા કરવાની તક મળી છે. તેમ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.  

ગત પાંચ વર્ષોમાં સરકાર અને સંગઠનમાં જે જવાબદારી આપવામાં આવી હતી તેને નિષ્ઠાપૂર્વક મે અદા કરી છે. પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકી મને ફરી તક આપી અને કચ્છ મોરબીની જનતાએ મારામાં વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત આપી  છે. ત્યારે પુરજોશમાં સેવા કાર્યો અને જનહિતના કાર્યો કરવા હું સંકલ્પબધ્ધ છું. તેમ ચાવડાએ જણાવતા સર્વે નવનિર્વાચિત મંત્રીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.