Back

વિનોદ ચાવડાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો.

મત નું દાન કરી ને લોકતંત્ર ને જીવંત રાખનાર દરેક નો આભાર માનતા કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર - વિનોદ ચાવડા

દેશનું ભાવિ નક્કી કરવા માટે આપનો અમુલ્ય મત મહત્વનો પુરવાર થવાનો છે. જાગૃત લોકો અને જાગૃત મતદાર લોકશાહીનો પ્રાણ છે. દેશના ગૌરવ અને સુશાસન માટે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ને જીવંત રાખવા અને લોક તાંત્રિક ઢબે શાંતિ સાથે ૧ – કચ્છ લોક સભા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં પવિત્ર મતદાન કરવા માટે હું જનતા જનાર્દન નો આભારી છુ. તેમ જણાવતા કચ્છ લોક સભા ભાજપના ઉમેદવાર શ્રી વિનોદભાઇ ચાવડા એ કહ્યું કે નામુમકીન હવે મુમકીન છે. દિવ્ય ભારત – ભવ્ય ભારત એક ભારત – શ્રેષ્ટ ભારત ના નિર્માણના સંકલ્પ પ્રજામાં રાષ્ટ્રવાદ અને વિકાસની ઝંખના ભારત ને મહા શક્તિ બનાવવામાં સહભાગી થનાર સૌ નો આભાર માન્યો હતો. પોતાના ગામ સુખપર મધ્યે મતદાન કરી તેઓ કચ્છના વિવિધ સ્થાનો – ગામોમાં બુથોની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.