Back

ગુજરાત સ્થાપના દિને સૌને શુભેચ્છા પાઠવતા સાંસદ વિનોદ ચાવડા.

નવા વિકાસની ઊંચાઈ આંબી ને આજે વિશ્વ ફલક પર ગુજરાતનું નામ સ્થાપિત છે. જે ગુજરાતનો દરેક વ્યક્તિ ઉધમી અને ઉધોગ સાહસિક છે. ત્યારે વિશ્વ ના દરેક દેશો અને ભારતના વિભિન્ન પ્રાંતોમાં વસતા સૌ ગુજરાતી પરિવારો ને ગુજરાત ના ૫૯ માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે તત્કાલીન સમયે ગુજરાત રાજયની રચનામાં મહામૂલુ યોગદાન આપનાર આપણા મહા પુરૂષો નામી – અનામી પ્રજાજનો ને નમન કરૂ છું.

ગુજરાત આજે મૂડી રોકાણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હોટ ડેસ્ટિનેશન ગણાય છે. પોતાની બુધ્ધિ કૌશલય થી ગુજરાતીઓ એ પોતાનું સ્થાન બનાવ્યું છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ આપણા આદર્શ હતા તેમના આદર્શોને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપનાવી આજે ગુજરાત ને નવી ઊંચાઈઓ – નામના બક્ષી છે. આજે ગુજરાત રાજયમાં શિક્ષણ વેપાર ઉધોગ – રોજગાર દરેક ક્ષેત્રે સિધ્ધિના શિખરે બિરાજે છે ત્યારે ગુજરાત ગૌરવ દિને એટલુ જ  કહેવાનું કે “જય જય ગરવી ગુજરાત” તેમ શ્રી ચાવડાએ જણાવતા શુભેચ્છા પાઠવી હતી.