Back

ગુજરાત રાજય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૩૭ કરોડ ૩૨ લાખ ના ખર્ચે લખપતના રોડનું મજબુતી કરણ અને રીસરફેસીંગ થસે

ગુજરાત રાજયના નાણાં - માર્ગ  અને મકાન વિભાગના મંત્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ પાસે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તરફથી રજુઆત કરતાં ૧૬ કરોડ ૯૬ લાખના ખર્ચે ભુજ – લખપત રોડ ઉપર ૧૧ km ૨૦ કરોડ ૩૫ લાખના ખર્ચે દયાપર-સુભાષ પર થઈ પાન્ધ્રો ૨૦ km ના રસ્તાનો વર્ટીકલ અને હોરીઝોન્ટલ વળાંક સુધારણાં, નવા વાળા અને હયાત રસ્તાને મજબુતીકરણ તથા રીસરફેસીંગની કાર્યવાહી કરવાની મંજુરી આપવામાં આવેલ છે,  

        ઉપરોક્ત બાબતે સાંસદશ્રી એ આનંદ વ્યક્ત કરતાં ગુજરાત સરકારનો આભાર માનતાં સાંસદશ્રીએ જણાવ્યુ હતું કે દર માસે કરોડો રૂપિયાનો રોડ સુધારણા – નવા બનાવવાની મંજુરી અને અમલવારી થાય છે, આજે કુલ્લ ૩૭ કરોડ ૩૨ લાખની મંજુરી આપી છે, તાત્કાલિક કામ શરૂ થશે તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.       

લખપત શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..