Back

અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણ ગામના માલધારીના વાડા કોઈ જંગલી જાનવર એ ૧૯.જેટલા ઘેટાં બકરાંના જીવ લીધા.

અબડાસા કચ્છ:-અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ) ગામના હિંગોરા હુસેન અલારખ્ખા નામના નાના માલધારી પર આભ તુટ્યો હોય તેમ બનાવ બન્યો છે.

ત્યારેગત બપોરે એક વાગ્યાના અરસામાં પોતાના ઘેટાં બકરાંના વાડા માં કોઈ જંગલી જાનવર અંદર ઘૂસી જઇને ૧૯ જેટલા ઘેટા બકરાઓ ના જીવ લઈ લીધા હતા. પશુપાલન ઉપર પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અને નાના આવાં ગામડામાં નાના માલધારી ની જીનવ દોરી ઉપર જાણે આભ તુટ્યો છે, તો

આ નાના માલધારી ની વેદના છે.કે સરકાર તરફથી પશુપાલન માટે કોઈ નાની મોટી સાહય મળે તો.પોતાના જીવન નું ગુજરાન ચલાવા માટે આર્થિક મદદરૂપ થાય તો.સારુ છે.

ઘટનાની જાણ થતાં ગામના તેમજ આજુબાજુના ગામના લોકો બનાવ સ્થળ પર લોકો એકઠા થઇ ગયા હતા અને મરેલા બકરા ઓ ની દશા જોઈને એવું અનુમાન છે. કે કોઈ જંગલી જાનવર એજ જીવ લીધો હોવાનું લોકોના મુખે ચર્ચાઇ રહ્યો છે.

ખીરસરા.(વિંઝાણ) ગામના સરપંચ રજાક હિંગોરા એ જણાવ્યું હતું કે મને આ બનાવની જાણ થતાંજ સરપંચ એ ફોરેસ્ટ વિભાગમાં આર.એફ.ઓ, આર.કે સોઢા સાહેબ ને મોબાઈલ પર વાત કરી જાણ કરી હતી તેઓ ભુજ મદયે હોવા થી બીટ ગાર્ડ  વિશ્રામભાઈ ગઢવી ને સ્થળ પર રુબરુ માં તપાસ કરવા મોકલતા સાંજ ના સમયે ત્યાં આવી તટસ્થ તપાસ માટે એક બકરા નું પી.એમ કરવો પડે ત્યાર બાદ જ ચોક્કસ કહી શકાય માટે તેઓ તાત્કાલિક ધોરણે નલીયા ફોરેસ્ટ ઓફીસ માં થી વેટરનરી ડોક્ટર ને પી.એમ.ઓ માટે બોલાવ્યા છે. તેમ ગામના સરપંચ જણાવ્યું હતું   

આજુબાજુના ગામના માલધરીઓ અને લોકોની માંગ છે. આવા બનાવો અગાઉ પણ અનેક વખત બનેલા છે,

માલધરીઓ કુદરત પર અને પોતાના નસીબ ઉપર મુકીને કયાં પણ રજુઆતો કે લેખીત પત્રમાં ક્યાં પણ ફરીયાદ આપતા નથી.

ખીરસરા (વિંઝાણ)થી છ એક કિલોમીટર ઉપર અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમ માં મોટી રખાલ આવેલી છે,ત્યાંની સીમમાં એક બે દીપડાઓ છે.અને બીજા ઘણા જંગલ ના જાનવર પણ હોઈ શકે છે.

ઘણી વખત માલધરીઓ તેમજ કામ પર જતાં લોકો એ રસ્તા પર દીપડાને કે અન્ય જંગલી જાનવર જોયેલ છે. આ વાત ને રેન્જ ફોરેસ્ટર શ્રી સોઢા સાહેબ એ પણ આ વાત કબુલાત કરી હતી કે દર બે-ત્રણ મહિના થયા એટલે આ બાબતે અમને જાણ કરવા મા આવતી હોય છે. 

  ગામ ના જાગ્રુત સરપંચ દ્વારા તંત્ર ને જાણ કરતા સમગ્ર પ્રકરણ સપાટીએ આવ્યો હતો

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..