Back

બિદડા ગામનું ગૌરવ બીએસેફ માં સિલેક્ટ થનાર ફોજીનું બિદડા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના બિદડા ગામના અનુસુચિત જાતિ સમાજના પ્રતિક દેવજીભાઈ મારવાડા નું બીએ.સેફ.માં સિલેક્ટ થઈ ને બીએસેફ (ડી.જી).ની રાજેસ્થાન, અથવા જમું કાશ્મીર બને માથી એક સેન્ટર પર  ટ્રેનિંગ આપવા માંટે જતા  પ્રતિક મારવાડા નું બિદડા ગ્રામપંચાયત દ્વારા બિદડા ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકાના પ્રમુખ.શ્રી સુરેશભાઈ સંઘાર.બિદડા ગ્રામપંચાયત ના તલાટી શ્રી રાહુલભાઈ મોદી.બિદડા ગ્રા.પં.ના સદસ્ય ભાવેશભાઈ સંઘાર.સદસ્ય સુરેશ રામાણી.અમ્રુતભાઈ મહેશ્વરી,મંગલભાઈ જોગી. રમેશ મહેશ્વરી.વગેરે ની ઉપસ્થિતિ માં પ્રતિક મારવાડા નું સાલ ઓઢાડી ને  સન્માન કરવામાં આવ્યું હતું.બિદડાના સરપંચ શ્રી.સુરેશભાઈ સંઘાર એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે માં ભારત દેશ ની તન મન થી રક્ષા કરી અને આપણા ભારત દેશનું અને બિદડા ગામનું અને સમાજનું નામ રોશન થાય તેવી પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..