Back

તલવાણા ગામના શ્રી.રામનગર માં પરણિત મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મા હત્યા કરી.

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના તલવાણા ગામમાં આવેલ શ્રીરામ નગરમાં પરણીત મહિલા કૃપાબેન તેજશભાઈ પોકાર(પટેલ),(ઉ.વ.૩૨) એ કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ ને પોતાની હસ્તી ખેલતી જીંદગી ને અલવિદા કરી લીધી હતી.તા-૧૨-૧૦-૧૯,ના રાત્રિના સમયે રાત્રે 1:30.ના આરસામાં પોતાના બેડરૂમમાં પંખા માં સાડી બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 

આત્મા હત્યા કરનાર ૩૨ વર્ષિય મહિલા ના આઠ વર્ષ ના લગ્ન ગાળામાં એક સંતાન માં પુત્ર છે. તેવું હત ભાગીના પિતાએ બાબુભાઈ પચાણભાઈ પટેલ,રહે દુર્ગાપુર,તા-માડવી વાળાએ માંડવી પોલીસ ને જણાવ્યું હતું.

 રાત્રિના સમયે પોતાના ઘરે 32 વર્ષીય કૃપાબેન ક્યાં કારણોસર મોતનો માર્ગ અપનાવી લીધો છે.તેમની પ્રાથમિક તપાસ પીએસઆઈ, સિધ્ધરાજસિંહ રાણા સાહેબ ત્યારબાદ  ડીવાયએસપી.સાહેબ આ કેસની ઉંડી તપાસ હાથ ધરી હતી.

 આ બનાવ બનવાથી કચ્છ કડવા પાટીદાર સમાજ તેમજ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..