Back

માંડવી તાલુકાની દિવ્યાંગ યુવતીનું પાંચ વર્ષથી પૂર્વ સરપંચ શારીરિક શોસન કરી દુષ્કર્મ કરતો રહ્યો

માંડવી તાલુકાના પીપરી ગામનો પૂર્વ સરપંચ વાલજી ભવાનજી સંઘાર દિવ્યાંગ યુવતી પર પાંચ વર્ષથી ભુજ, માંડવી અને દરશડી પાસે એમ અવાર નવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવી રહ્યો હતો. બાદમાં તે નોકરી આપવવાનું કહીને એક રાજકીય આગેવાનની ઓફિસ તથા જી.કે જનરલ હોસ્પિટલમાં એક તબીબ પાસે લઇ ગયો હતો, જ્યાં તેનો ઈન્ટરવ્યૂ પણ લેવાયો હતો. પીડિતાએ આપેલ ફરિયાદમાં કહ્યું હતું કે, માંડવીના જૈન ધર્મશાળામાં અવારનવાર આરોપી લઈ જતો હતો અને તેને નગ્ન ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. આખરે પીપરીના પૂર્વ સરપંચ સામે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો છે 

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..