Back

માંડવી તાલુકાના નવાવાસ ના દૂર્ગાપુર ગામમાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને બલાત્કાર કર્યાની ફરીયાદ નોંધાઈ

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના દુર્ગાપુર નવાવાસ ગામમાં બળાત્કારની ઘટના બની છે.ત્યારે માંડવી પોલીસ સ્ટેશનમાં ગતરાત્રે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. 

માંડવી પોલીસ સ્ટેશન માંથી મળતી વિગતો મુજબ આરોપી રમેશ બાબુલાલ દાતણીયા (ઉ.વ ૨૦)ધંધો ખેતી કામ, રહેવાસી દાતણીયા વાસ નવાવાસ દુર્ગાપુર ગામ અને તાલુકો માંડવીના યુવતીને વાડી વિસ્તારમાં અને એકાંત ની જગ્યામાં લઈ જઈને લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર પોતાની સાથે ભગાડીને લઈ જતો અને તે યુવતી ની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજારતા હતો આરોપી રમેશ બાબુલાલ દાતડીયા વિરુદ્ધમાં માંડવી પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ ,(૧),(૨) એન તથા પોકસો કલમ હેઠળ ૨૦૧૨ મુજબ ૪,૫ ,૬.કલમો તળે બળાત્કારની ફરિયાદ નોંધી હતી. માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ. મહેતા સાહેબે આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને પોકશો કલમ હેઠળ ગુનો નોંધી ને આગળની વધુ તપાસ હાથ ધરી છે

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..