Back

ભારતીય બનાવટી વિદેશી દારૂ રૂપીયા ૩૪,૩૦૦/-નો જથ્થો પકડી પાડતી માંડવી પોલીસ.

વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર:-રમેશ મહેશ્વરી-બિદડા

માંડવી કચ્છ:-આજરોજ પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્વિમ કચ્છ-ભુજનાઓ દ્રારા પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોઇ જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એમ.દેસાઈ સાહેબના માર્ગદર્શન મુજબ માંડવી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. એચ.એચ.જાડેજા તથા એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી તથા પો.હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા ચેતનસિહ કે. જાડેજા તથા ગોપાલભાઇ ડી. મહેશ્વરી તથા પો.કોન્સ. ચેતનભાઇ રબારી તથા જગદિશભાઇ ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્રારા રેડ કરતા પુનડી ગામે રહેતા મહેન્દ્રસિહ જાડેજા ના કબ્જાના મકાનમાથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલો નંગ-૯૮ કી.રૂા. ૩૪,૩૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ જેથી આરોપી મહેન્દ્રસિહ રવાજી જાડેજા, ઉ.વ.૩૬, રહે.ગામ પુનડી,તા.માંડવી-કચ્છ વાળાને ધોરણસર અટક કરેલ તથા યુવરાજસિહ વજુભા જાડેજા તથા મેહુલસિહ ઝાલા હાજર ન મળી આવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમા માંડવી પોલીસ સ્ટેશનમા પ્રોહી ધારા હેઠળ ગુનો નોંધી ને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..