Back

માંડવીના ત્રગડી ગામમાં થી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા,૮,૮૨.૦૦૦ -નો જથ્થો પકડી પાડીતી માંડવી પોલીસ

 માંડવી કચ્છ:-પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી. વાધેલા સાહેબ સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ - ભુજનાઓ દ્રારા પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોઇ જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી.જે.એન.પંચાલ સાહેબના માર્ગદર્શન મુજબ.એ . એસ્આઇ.દીનેશભાઇ ભટ્ટીનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ત્રગડી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજાએ ત્રગડી ગામમાં આવેલ નાગજી મેધજી ગોગરીના બંધ મકાનમાં પ્રોહીનો જથ્થો વેચાણ અર્થે છુપાવેલ છે.જેથી માંડવી પોલીસ સ્ટેશનના પ્રો.નાયબ પોલીસ અધિક્ષકશ્રી દિવ્યપ્રકાશ ગોહીલ સાહેબ તથા પો.ઇન્સ.શ્રી એ . એલ.મહેતા તેમજ પો.સબ ઇન્સ . એસ.જે.રાણા તથા એ.એસ. આઇ.દીનેશભાઇ ભટ્ટી તથા પો . હેડ કોન્સ.ગોપાલભાઇ મહેશ્વરી , કાનજીભાઇ ગઢવી તથા પો. કોન્સ .સુરજભાઇ વેગડા , દિપકભાઇ રાઠોડ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્રારા ત્રગડી ગામે બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા બંધ મકાન માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો નંગ - ૨૫૨૦ કી . રૂા .૮ ,૮૨.૦૦૦ / - નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ જેથી આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા રહે.ત્રગડી તા.માંડવી વાળા વિરૂધ્ધમા માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ તેમજ ઉપરોક્ત રેઇડ દરમ્યાન યુવરાજસિંહ વજુભા જાડેજા હાજર મળી આવેલ ન હોઇ જેને પકડવા તજવીજ કરવામા આવેલ છે .

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..