Back

આધાર પુરાવા વિના ના રૂ.૯૪૦૦૦,ના મોબાઇલ ફોન સાથે બે ઇસમોને પકડી પાડતી મુન્દ્રા પોલીસ

બિમલ માંકડ 78746 36092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટર:-રમેશ મહેશ્વરી-બિદડા

 મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ ઝાલા એ આપેલ સુચના મુજબ શકિતનગર વિસ્તારમાં પોલીસ સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોન્સટેબલ  શકિતસિંહ ગોહીલ તથા અશોકભાઇ કનાદ નાઓને બે ઇસમ નામે ( ૧ ) પ્રકાશ ભગવાનભાઇ સલાટ રહેમળ ખોરજ તા.જી.ગાંધીનગર હાલ રહે.બગીચાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તાર અંજાર ( ૨ ) રવી રામલખન લોધા ( ઠાકોર ) રહે.એકતાનગર કાર્ગો ઝુપડપટી વિસ્તારમાં ગાંધીધામ વાળા નાઓ હાથમાં સદભાવના સેવા ટ્રસ્ટ વેરાઇચોક અમદાવાદ તથા શ્રી મહાકાળી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પીપલજરોડ અમદાવાદની પહોચ બુક લઇને ફરતા હોઇ જે બન્નેના હાથમાં કાળા રંગના થેલા હોઇ જે બન્નેના હાથમાં રહેલ ચેલા ચેક કરતા પ્રકાશ ભગવાનભાઇ સલાટ રહેમુળ ખોરજ તા.જી . ગાંધીનગર હાલ રહે.બગીચાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તાર અંજારવાળાના હાથમાં રહેલ કાળા રંગના થેલામાંથી અલગ અલગ કંપનીના ૧૧ એન્ડ્રોઇડ ફોન મળી આવેલ તથા રવી રામલખન લોધા ( ઠાકોર ) રહે.એકતાનગર કાર્ગો ઝૂપડપટી વિસ્તારમાં ગાંધીધામ વાળાના હાથમાં રહેલ કાળા રંગના થેલામાંથી અલગ અલગ કંપનીના ૬ એન્ડ્રોઇડ ફોન તથા ૧ સાદો ફોન મળી આવેલ હોઇ જે મોબાઇલ ફોનના બીલની માંગણી કરતા તેઓની પાસે રહેલ મોબાઇલ ફોનના કોઇ બીલ ન હોવાનું જણાવતા હોઇ જેથી તેઓની પાસેથી નીકળેલ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ - ૧૭ તથા સાદો ફોન નંગ - ૦૧ જેની કુલ્લ કિ.રૂ.૯૪૦૦૦ /- ના મોબાઇલ ફોન ચોરીના હોવાનો શકવહેમ હોઇ જેથી તેઓની પાસેથી મળેલ મોબાઇલ ફોન સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કલ્પે કરવામાં આવેલ છે . તથા ( 1 ) પ્રકાશ ભગવાનભાઇ સલાટ રહેમુળ ખોરજ તા.જી.ગાંધીનગર હાલરહે . બગીચાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તાર અંજાર ( ર ) રવી રામલખન લોધા ( ઠાકોર ) રહે . એકતાનગર કાર્ગો ઝુપડપટી વિસ્તારમાં ગાંધીધામવાળાઓને સી.આર.પી.સી.કલમ ૪૧( ૧ ) ડી મુજબ અટક કરી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..