Back

ગુજરાત સરકાર તરફથી અનુસુચિત જાતિના ખેડૂત મિત્રોને બાગાયતી ખેતી માટેની કીટનુ વિતરણ કરવામાં આવી.

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના બિદડા અને આસંબિયા રોડ ગણેશ મંદિર પાસે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા બિયારણ અને એગ્રો જેવીકા ની ખેતી માટે ની દવા, અને ખાતર ની કીટ વિતરણ કરવામાં આવી હતી. તે કીટ માં દૂધી,ટમેટા,ભીંડા,મરચા.અને સરદાર અમીન ખાતર. ની આઠ કિલ્લા ની નાની ગુણી,દવા એગ્રો જેવીકાની લીટર ની બોટલ આપવાં આવી હતી. ભુજ બહુમાળી ભવન માંથી આવેલા અધિકારી શ્રી.કે.પી.સોજીત્રા સાહેબ મદદનીશ બાગાયત નીમાયક શ્રી.ભુજ

માંડવીતાલુકાના બાગાયત અધિકારી કેતન સિકાવત સાહેબ  

વિનોદ ચોધરી સાહેબ મુન્દ્રા તાલુકાના બાગાયતી અધિકાર શ્રી

ઓના હસ્તે  મુન્દ્રા અને માંડવી બને તાલુકાના તમામ અનુસુચિત જાતિના ખેડૂત મિત્રો ને બાગાયતી ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન આપી અને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સરકાર દ્વારા ખેડૂતો મિત્રો માટે એક આઈ ખેડૂત એપ્લીકેશન બાહાર પાડવામાં આવી છે.તે બાગાયતી ખાતેદાર ખેડૂત ઓનલાઈન અરજી કરી શકે છે.

સાથે ખેડૂત મિત્રો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

માંડવી મુન્દ્રા તાલુકાના તમામ ખેડૂત ભાઈ ઓ હાજર રહ્યા હતાં.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..