Back

બિદડા ગામમાં ચા ની હોટલ અને નાસ્તાની રેકડી ઓ પર ફ્રુડ એન ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી જનતા માંગ કરી રહીં છે.

માંડવી કચ્છ :-માંડવી તાલુકાના બિદડા ગામમાં ગામની અંદર કે ગામની બારે મુખ્ય નેશનલ હાઈવે આઠ એ ઉપર આજુબાજુમાં ચા,ની હોટલ વાળા તેમજ નાસ્તા વાળા અને પાણી પુરી વાડા ઓની પાણીની ટાંકીઓ પાણી પુરી વાડા વાપરતાં પાણી,ઓની ચેકીંગ હાથ ધરવામાં આવે.

ચા વાળા તેમજ નાસ્તા વાળાઓની અને પાણી પુરી વાડા પાસે પીવા માટે પડેલ પાણીની ટાંકી ઓ.છેલ્લા,3-વર્ષથી પાણી પીવાની ટાંકીઓ ને ધોયા કે સાફ કર્યા વગરની પડેલી હોય છે. અને તેમાં ભરેલું પાણી લોકો ના આરોગ્ય માટે હાનીકારક છે.

તો આવી ટાંકી નું પાણી પીવાથી ભયંકર રોગના વાયરસ આવી શકે છે.

તો હોટલના માલિકો તેમજ નાસ્તા વાળાઓ જૂની ટાંકીઓ સાફ કર્યા વગર તેમાં પાણી ભરી રહ્યા છે ચા પીવા માટે આવતા લોકો માટે તે પાણી ભયંકર રોગના વાયરસ નુ શિકાર બની શકે છે.

નાસ્તો કરતા લોકો માટે પણ ધોયા વગર કે સાફ કર્યા વગર ની ટાંકીઓ નુ પાણી હાની કારક છે. અને હાલ કચ્છ જિલ્લામાં તમાંમ નાના મોટા ગામોમાં, ડેન્ગ્યુ તાવ નો તમેજ ચિકનગુનિયા, ટાઈફોઈડ,જેવા વગેરે તાવ ના દર્દી ઓ જોવા મળી રહ્યા છે.

તોઆવા લોકોની હોટલો પર કે નાસ્તા વાળાઓ પાસે પાણી પીવાથી પણ  આવી મોટી બીમારી આવી શકે છે,

તો તમામ હોટલો વાળા તેમજ નાસ્તા વાળાઓની પાણીની ટાંકી માં રહેલું પાણી ચોખ્ખું છે.કે સુ તેમજ તે પાણી ની ટાંકી ને મહીનામાં કેટલીવાર સાફ કરી રહ્યા છે.

તેમનીતપાસ હાથ ધરવામાં આવે તેમજ નાસ્તામાં વપરાતો મટીરીયલ કે ચા માં વપરાતુ દૂધ ની ચેકીંગ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી બિદડા ની જનતા માંગ કરી રહી છે

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..