Back

મોટા આસંબીયા પાસે માંડવી ભુજ હાઈવે પર કાર ચાલકે સ્ટારીગનો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો

માંડવી કચ્છ:- માંડવી.થી.ભુજ જતા હાઈવે પર આવેલા માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામ પાસે ગત રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં કારને અકસ્માત નડ્યો હતો.તે કારમાં બે મહિલા તથા બે પુરૂષ એમ કુલ ચાર જણા ઘવાયા હતા . જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, ઈજાગ્રસ્તોને ૧૦૮.ની મદદથી પહેલાં માંડવી ની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં ત્યાર બાદ વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જો કે આ ઘટનાં ની કોઈ પણ માંડવી પોલીસ સ્ટેશનના ચોપડે મોડી રાત સુધી કોઈ પણ નોંધ થઈ નહોતી . આ અંગે ત્યા રહેલા સુત્રો પાસેથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર માંડવીથી ભુજ તરફ જતા માર્ગ પરથી પુરપાટ ની ઝડપે આવતી કાર,MH-04-CK-300, નંબર વાળી જઇ રહી હતી,તે દરમિયાન માર્ગમાં મોટા આસંબિયા ગામ પાસે કાર ચાલકે વાછરડાંને હડફેટે લીધો હતો જેમાં વાછરડાંને ઇજા થયા બાદ તે અકસ્માતથી કારચાલક હેબતાઇને ભાગવા જતો હોય તેમ કારની સ્પીડ વધારી નાખી હતી અને તેમ કરતાં સ્ટેરીંગ નો કાબુ ગુમાવતા કાર રોડ પર ઉતરી ને નીચેની તરફ આવેલી વાડીની દીવાલ પાસે ઝાડમાં ધડાકા સાથે અથડાઈ હતી.આ કારમાં બે મહિલા અને બે પુરુષો સવાર હતા. ઇજાગ્રસ્તો માથી એક ની હાલત ગંભીર હોવાનું સુત્રોએ પાસે જાણવા મળ્યું હતું

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..