Back

વણશોધાયેલ ઘરફોડ ચોરીના બે ગુન્હા શોધી મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી માંડવી સીટી પોલીસ .

માંડવી કચ્છ:- આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે . એન . પંચાલ સાહેબ , ભુજ વિભાગ , ભુજનાઓના માર્ગદર્શન મુજબ જીલ્લામાં વધતા ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ અટકાવવા સારૂ તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચનાઓ આપતા પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી . એમ . ચૌધરી સાહેબની રાહબરી હેઠળ ગઇકાલ તા . ૧૯ / ૧૨ / ૧૯ના રોજ એ . એસ . આઇ દિનેશભાઇ એમ . ભટ્ટીને મળેલ બાતમી હકીકત આધારે ( ૧ ) સહેજાદઅલી અતાઉલા સૈયદ , ઉ . વ . ૨૩ , રહે . ગેબનશાપીરની દરગાહની બાજુમાં , ભુકંપનગરી , માંડવી - કચ્છ તથા નં . ( ૨ ) જયંતિ ગોવિંદ જોગી , ઉ . વ . ૨૬ , મુળ રહે . ભુજ હાલ રહે . ભુકંપનગરી , માંડવી - કચ્છવાળાઓને પકડી , માંડવી પો . સ્ટે . વિસ્તારમાં થયેલ ચોરીમાં ગયેલ તાંબાના વાયર કુલ્લ કિ . રૂા . ૮૧ , ૪૦૦ / - નો મુદામાલ રીકવર કરી , વણ શોધાયેલ બે ગુન્હા શોધી કાઢેલ છે . તેમજ વધુ મુદામાલ રીકવર કરવા મજકુર બંન્ને આરોપીઓના નામ કોર્ટમાંથી દિન - ૪ ના પોલીસ રીમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . ઉપરોકત કામગીરીમાં પો . સબ . ઇન્સ . શ્રી એમ . આર . મહેશ્વરી તથા એ . એસ . આઇ દિનેશભાઇ એમ . ભટ્ટી તથા પો . હેડ કોન્સ . ગોપાલભાઇ ડી . મહેશ્વરી તથા પો . કોન્સ . ચેતનભાઇ એલ . રબારી , પો . કોન્સ . જસરાજભાઇ એન . ગઢવી , પો . કોન્સ . જગદીશભાઇ એસ . ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા 

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..