Back

બિદડા ગામમાં ધાણીપાસા વડે જુગાર રમતાં પાંચ ખેલીઓને ઝડપી પાડતી માંડવી પોલીસ

માંડવી કચ્છ:- માંડવી  તાલુકાના બિદડા ગામમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ખેલીઓને માંડવી પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા, જુગાર રમતા આરોપી જુમા વાલા સંઘાર,રહે.બિદડા,દિનેશ બાબુ પટ્ટણી, રહે.બિદડા, કાનજી ઉર્ફે (કનૈયો)વેલજી સંઘાર,રહે.બિદડા,તા.માંડવી, અને કાનજી ઉર્ફે કાનુડો નારણ સંઘાર, રાજેશ જગા સંઘાર,આ બંને રહે પીપરી,તા.માંડવી વાળા સખ્સોને રોકડ રકમ રૂ.૧,૬૫૦/- તેમજ બે મોબાઈલ ની કિ.રૂા,૧૫૦૦/- કુલ મળીને,રૂ.૩૧૫૦,નો મુદ્દામાલ માંડવી પોલીસે ઝડપી પાડયો હતો . 

આ બનાવની તપાસ એએસઆઈ દિનેશભાઈ ભટ્ટીએ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી,

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..