Back

માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં પ્રયાસો થકી માંડવીની એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને.૨૦૦.જેટલી વધારાની બેઠકોની મંજુરી મળી.

માંડવી કચ્છ :- માંડવી મુંદરાના લોકલાડિલા અને શિક્ષણપ્રેમી માનનીય ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી આજે કચ્છ યુનિવર્સિટી દ્વારા માંડવી વિસ્તારની શેઠ શૂરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ને પ્રથમ વર્ષ પ્રવેશની.(૨૦૦)જેટલી વધારાની બેઠકોની મંજુરી આપવામા આવી છે.

જે સતત ત્રીજા વર્ષે પણ વધારાની બેઠકોની માગણી માનનીય ધારાસભ્ય શ્રી ના પ્રયાસોથી મંજુરી મળી છે.

માંડવી મુદ્રા તેમજ  કચ્છ વિસ્તારમાં વિધાર્થીયોને સતત પ્રોત્સાહન તેમના તરફથી મળતુ રહે છે. આજે આ મજુરી મળવાથી આ વિસ્તારના વિધાર્થીઓ ને ઉચ્ચ શિક્ષણ માટે દુર જવું નહી પડે આ વિસ્તારમા ઉચ્ચ અભ્યાસ માટે માંડવી કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.મહેશભાઇ બારડ પણ સતત કાર્યશીલ છે.

 માંડવી કોલેજમા વિધાર્થિનિઓની સંખ્યામાં ઉતરોતર વધારો થતો રહ્યો છે.

માનનીય ધારાસભ્ય શ્રીના હસ્તે છેલ્લા ત્રણ વર્ષોથી કોલેજના વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી રાહતદરે આપવામા આવતા ટેબલેટ નું વિતરણ કરવામા આવે છે.

જેથી આજે આ કોરોના મહામારી દરમ્યાન કોલેજો બંધ હોવા છતા વિધાર્થીઓ કોલેજના પ્રોફેસરો દ્વારા ચલાવાતા ઓનલાઈન એજ્યુકેશનનો લાભ મેળવી રહ્યા છે.

આજે માંડવી કોલેજને જે વધારાની બેઠકોની મજુરી મળી છે જે આ વિસ્તારના લોકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..