Back

માંડવી તાલુકાના ફરાદી ગામ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૯૬.કિ.રૂ,૩૩,૬૦૦,ના મુદ્દામાલ સાથે એક સખ્સને પકડી પાડતી માંડવી પોલીસ

માંડવી કચ્છ :- માંડવી પોલીસનાં ડી-સ્ટાફ નાં ટીમ નાં કર્મચારીઓ એ.એસ.આઇ દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી તથા એ.એસ.આઇ દિપસિંહ લક્ષ્મણસિંહ સોઢા તથા પો.હે.કો વાલાભાઇ દાનાભાઇ ગોયલ તથા પો.હે.કો મુળરાજભાઇ કરમશીભાઇ ગઢવી તથા પો.હે.કો દિલીપસિંહ ભરતસિંહ સિંધવ તથા પો.હે.કો. ચેતનભાઇ લાલજીભાઇ રબારી તથા પો.કોન્સ . ઉદીતભાઇ સુરેશભાઇ રાજગોર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીની બદી નેસ્તનાબુદ કરવા સારૂ પેટ્રોલિંગમાં હતા.

તે દરમ્યાન પો.હે.કો.વાલાભાઇ દાનાભાઇ ગોયલ નાઓને મળેલ બાતમી નાં આધારે ધર્મેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા,રહે.ફરાદી,તા. માંડવી - કચ્છ વાળાને વગર પાસપરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ -૯૬ કિં.રૂ. ૩૩,૬૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) (ઇ),૮૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..