Back

માંડવી તાલુકાના રામપર અને જામથડા રોડ પર એસટી બસ અને બાઇક નુ અકસ્માત સર્જાયો.

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના રામપર અને જામથડા હાઈવે પર આવેલા પાવર સ્ટેશન પાસે ગુજરાત એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો.

આ અકસ્માત નો બનાવ સોમવારે પાંચ વાગ્યાના અરસમાં બન્યો હતો . ગઢશીશાથી પોતાની મોટર સાયકલ લઇને જઇ રહેલ અતુલભાઇ ચંદુભાઈ નાયક (ઉ. વ.૩૨),રહે હેરલ તાલુકો વાગડીયા જિલ્લો વડોદરા વાળાને ભુજ,ગઢશીશા,ભોજાય રૂટની એસટી બસનં-જી,જે,૧૮,ઝેડ ૧૧૪૧ની સાથે અકસ્માત સર્જાતા બાઈક બસ નીચે ઘુસી ગયું હતું . જેને કારણે અતુલ રોડ પર ફંગોળાઈ જતાં તેને માથા માં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ધટના સ્થળે હાજર રહેલાં સુત્રોએ ફોન કરીને માંડવી ની 108,ને બોલાવી ને અતુલ ને 108.એબ્યુલન્સ માં લઇ ને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો 

તો ગઢશીશા પોલીસે આ અકસ્માતનો ગુનોનોંધી ને આગળની તપાસ હાથ ધરી હતી.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..