Back

મુન્દ્રા : ગેરકાયદેસર બેઝ ઓઈલ ભરેલ ટેન્કર ને ઝડપાયું.

મુન્દ્રા ના રાસપીર સર્કલથી અદાણી પોર્ટ તરફ જતા સર્વિસ રોડ પર ગેરકાયદેસર વાળું બેઝ ઓઈલ ભરેલ ટેન્કર ને ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ.

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળતા તેઓ બાતમીવાળી જગ્યા પર ચેકીંગ કરતા રાસપીર સર્કલથી અદાણી પોર્ટ તરફ જતા સર્વિસ રોડ પર એક ટેન્કર જીજે-બાર-એટી-૭૧૭૨,માં બેઝ ઓઇલ નામના પેટ્રોલિયમ પદાર્થનો ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરનો ચોરીનો જથો અને ટેન્કર સાથે મળી આવેલ હતો.

ત્યારે ટેન્કર સાથે બેઝ ઓઇલને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી,

તો વધુ કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ સ્ટેશન લવાતા ટેન્કર ચાલક વિજયભાઈ આશારિયા બારોટ (ઉ,વ-૨૨) રહે. બોરાણા, તાલુકો મુન્દ્રાવાળાને અટક કરી તેણે આ બેઝ ઓઈલનો જથો ક્યાંથી મેળવ્યો હતો, અને ક્યાં આપવાનો હતો તેની સમગ્ર હકીકત જાણવા માટે મુન્દ્રા પોલીસ એ આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પી.આઇ.જે એ.પઢીયાર,એ.એસ.આઈ.પ્રદિપસિંહ ઝાલા,પો.હેન્ડ કો. પુષ્પરાજસિંહ ચુડાસમા, પો.હેન્ડ.કો.શક્તિસિંહ ગોહિલ,પો.હેન્ડ.કો.જયપાલસિંહ જાડેજા, પો.કો.દર્શન રાવલ, વગેરે ના જવાનો સાથે રહ્યા હતા.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..