રતાડીયા હાઈસ્કૂલના આચાર્ય અને ક્લાર્કને વિદાયમાન અપાયું
મુન્દ્રા તાલુકાની
રતાડીયા સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય મહેશકુમાર વિનોદરાય શુક્લ
સ્વૈચ્છીક નિવૃત થતા તથા શાળાના સીનીયર ક્લાર્ક કુલદીપસિંહ જોરાવરસિંહ જાડેજા વયનિવૃત થતા તેમને શ્રીસંઘ સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર ડૉ. સુમિત્રના
અધ્યક્ષ સ્થાને વિદાયમાન આપવાનો કાર્યક્રમ તાજેતરમાં
યોજાઈ ગયો.
જેમાં શાળાના કાર્યકારી આચાર્ય અશ્વિનભાઈ પરમારે વિદાય લઈ રહેલા
કર્મચારીઓની કામગીરીને બિરદાવીને તેમનું જીવન આરોગ્યપ્રદ અને નિરોગી રીતે પસાર થાય
એવી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પરિવાર વતી જાગૃતિબેન રાયચુરા, જીજ્ઞેશ ભાડજા તથા ચંદુભાઈ ગોહિલએ શુભેચ્છાઓ પાઠવી હતી.



