Back

મુન્દ્રા : એક વર્ષથી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને નિઃશુલ્ક અપાશે કૃમિનાશક દવા

બાળકોના સર્વાંગી વિકાસ માટે આલબેન્ડાઝોલ ગોળી અમૃત સમાન.પેટમાં ઝીણો દુખાવો થવો, વારંવાર ભૂખ લાગવી, ખાવાનું પૂરતું ખાવા છતાં વજન વધે નહીં, ગળ્યું ખાવાનું બહુ મન થયા કરે, પૂંઠે ખંજવાળ આવવી જેવા લક્ષણો વાળા રોગ કૃમિને નિવારવા માટે દર મહિને એક વખત કૃમિનાશક ગોળી બાળકને આપવી અતિઆવશ્યક અને અમૃત સમાન છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ બાળકોને કૃમિ રોગ થતો હોઇ ૨૦૧૫થી દર વર્ષે ૧૦મી ફેબ્રુઆરી અને ૧૦મી ઓગસ્ટના દિવસે થી ૧૯ વર્ષ સુધીના બાળકોને કૃમિના ચેપથી બચવા આલબેન્ડાઝોલની ગોળી આપવામા આવે છે. 

સામાન્ય રીતે બાળકોમાં રોગનો પ્રભાવ તાત્કાલિક જોવા મળતો નથી પરંતુ બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થકી તેને હંમેશા થાક લાગે છે અને તેનાથી બાળકનો સર્વાંગી વિકાસ રૂંધાય છે આના નિવારણ માટે દર વર્ષે આંગણવાડી તથા શાળાઓમાં ૧૦મી ઓગસ્ટના દિવસે આશા, આંગણવાડી કાર્યકર તથા .એન.એમ.(નર્સ) બહેન દ્વારા કૃમિનાશક દવાનો એક ડોઝ બાળકને આપવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે શાળાઓ બંધ છે ત્યારે ૧૦ થી ૧૭ ઓગસ્ટ સુધી ઘરે ઘરે ૧૯ વર્ષ સુધીના બાળકોને સામાજિક અંતર જાળવીને આલબેન્ડાઝોલ ગોળી નિઃશુલ્ક  આપવામાં આવશે ત્યારે શિક્ષક અને વાલીઓ સહકાર આપીને રાષ્ટ્રીય દિવસને સફળ બનાવે તો તંદુરસ્ત બાળક થકી ઉજ્જવળ ભારતની આશા સાર્થક થઈ શકશે.

સામાન્ય રીતે ચોમાસામાં સહેલાઈથી ફેલાતા કૃમિથી બચવા દવાની સાથે સાથે તેનાથી બચવાના ઉપાયો જેવા કે નખ નાના અને સાફ રાખવા, હંમેશા સ્વચ્છ પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, બજારનો ખુલ્લો ખોરાક લેવો, ફળો અને શાકભાજીનો ધોઈને ઉપયોગ કરવો, પગરખાં પહેરવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, ખુલ્લામાં જાજરૂ જતા શૌચાલયનો ઉપયોગ કરવો, જમ્યા પહેલા અને શૌચ પછી સાબુથી હાથ ધોવા પણ ખૂબ જરૂરી છે.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..