Back

મુન્દ્રા પોર્ટ વિસ્તારના પરપ્રાંતિય લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી

વાહકજન્ય રોગો અટકાવવા દવા છંટકાવ કરવામાં આવ્યો

મુન્દ્રા : ધ્રબ સીમમાં આવેલ મુન્દ્રા પોર્ટ વિસ્તારની સિકંદર, સાઈન, રફીક, મીઠાણી કોલોનીમાં રહેતા પરપ્રાંતિય મજૂર લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. સ્થાનિકે મેલેરિયા જેવા વાહકજન્ય રોગ નાબૂદીને આરે છે ત્યારે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોમાં 6 જેટલા મેલેરિયાના કેસો દેખાતા તેનો ફેલાવો અટકે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાની ટીમ દ્વારા ખુલ્લામાં ભરાયેલ પાણીમાં બી.ટી.આઈ. દવાનો પંપ દ્વારા છંટકાવ, ચોખ્ખા પાણીમાં ટેમોફોસ દવાનો છંટકાવ તથા મચ્છરદાની દવાયુક્ત કરી આપવામાં આવી હતી. તથા તાવના લક્ષણો ધરાવતા લોકોને સ્થળ પર જ લોહીનું પરિક્ષણ કરીને સારવાર આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો રોગગ્રસ્ત ચેપી દર્દીને મચ્છર કરડવાથી તે મચ્છર ચેપી બને છે અને તે મચ્છર જો બીજા તંદુરસ્ત લોકોને કરડે તો તેને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થવા પામે છે જે યોગ્ય તકેદારી રાખવામાં આવે તો ચોક્કસ પણે અટકાવી શકાય છે આ અંગેની જાગૃતિ લોકોને આપવામાં આવી રહી છે.

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..