Back

મુન્દ્રા તાલુકાના નનાકપાયા ગામમાંથી કેટલફિડ (મરઘાના ચણ) નો જથ્થો જપ્ત કરતી મુન્દ્રા પોલીસ

બિમલ માંકડ 78746 35992

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

ગૌતમ બુચિયા દ્વારા 


મુન્દ્રા તાલુકાના નનાકપાયા ગામમાંથી કેટલફિડ (મરઘાના ચણ ) નો જથ્થો  જપ્ત કરતી મુન્દ્રા પોલીસ

પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે ૧.૯૫ લાખની કિંમતની ૧૩૦ બોરી સાથે આરોપીને દબોચી લીધો


મુન્દ્રા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્ર સિંહ ગોહિલ અને અશોક લીલાધર કનાદ ને બાતમી માહિતી મળી હતી કે કેટલફીડ (મરઘાનું ચણ) નો શંકાસ્પદ જથ્થો નાના કપાયા ગામના શખ્સે છુપાવીને રાખ્યો છે જે આધારે મુન્દ્રા પોલીસ મથકના ઇન્ચાર્જ ઇન્સ્પેકર બી.જે.ભટ્ટ સહિતનો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતા શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો આ ચણનો જથ્થો જીતુભાઇ ગઢવીના ભળા પેટે રખાયેલ ઓરડીમાંથી મળી આવ્યો હતો અને આ શંકાસ્પદ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરવામાં આવતા બિલો કે અન્ય આધારો આપી ન શકતા આરોપી મહાદાન ધુખળદાન ગઢવી ઉ.વર્ષ.૪૮ રહે.પંચાયત ભવનની સામે નાનાકપાયા તાલુકો મુન્દ્રા મૂળ રહે.દેદુડી તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ને બોરી નંગ.૧૩૦ કિંમત રૂ.૧,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની  ધરપકડ કરાઈ હતી અને તેના વિરુદ્ધ સી.આર.પી.સી ની કલમ ૧૨૦ મુજબ ફરિયાદ દાખલ કરીને આ કેટલફિડ (મરઘાના ચણ) નો જથ્થો ક્યાંથી મેળવેલ છે  અથવા ક્યાંથી ચોરાયેલ છે તે બાબતે પોલીસ દ્વારા આગળની તપાસ હાથધરવામાં આવી છે આ કામગીરીમાં મુન્દ્રા ઇન્ચાર્જ પી.આઈ. બી.જે.ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ઝાલા,અશોક કનાદ સાથે કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ જોડાયા હતાં.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..