Back

મુન્દ્રા તાલુકામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી

મુન્દ્રા,તા.૧૨:મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી માતા અને બાળકોના સુપોષણ માટે સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં બાળ વિકાસ પરિયોજના અધિકારી આશાબેન ગોરના માર્ગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીમાં પાંચ જરૂરી ઘટકો  બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા નિયંત્રણ, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ એન્ડ સેનિટાઇઝેશન અને પૌષ્ટિક આહાર પર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકામાં  વિવિધ જાતની પોષક વાનગીનું નિદર્શન, પોષણ રંગોળી, હેન્ડ વોશ નિદર્શન, સગર્ભા - પ્રસૂતા સંભાળ, સ્તનપાનના ફાયદા જેવા વિવિધ વિષયો સાથે પોષણ અંગે લોકજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રવર્તમાન સમયમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા મુજબ સોશીયલ ડિસ્ટન્ટ - માસ્ક સાથે મુન્દ્રા તાલુકામાં આંગણવાડીની બહેનો દ્વારા પોષણ શપથ લેવામાં આવેલ તથા ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે આંગણવાડી કાર્યકરો દ્રારા ઘરે-ઘરે જઈને પોષણનો સંદેશ ફેલાવવામાં આવશે આ સમગ્ર પોષણ માસની ઉજવણી સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના હીનાબેન પટેલ, પૂનમબેન સેંઘાણી, શીતલબેન પુજારા તથા તુષારભાઈ માંકડીયાના સંકલનથી કરવામાં આવી રહી છે.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..