Back

ઝરપરામાં મચ્છરજન્ય રોગ અટકાવવા દવા છંટકાવ કામગીરી કરવામાં આવી

મુન્દ્રા, તા.૫: ગત માસ દરમ્યાન ભારે વરસાદ તથા મચ્છરને અનુકૂળ તા૫માન, ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગો ખાસ કરીને મેલેરિયા અને ડેન્ગ્યુ  કેસોમાં વઘારો નોંઘાવાની શકયતા રહેલી છે ત્યારે વરસાદી પાણીના ભરાવાથી તથા માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છર ઉત્પતિ વઘુ પ્રમાણમાં થાય છે.

ઝરપરામાં ચોમાસાની ઋતુ બાદ મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાન સમા પાણીના સ્ત્રોતોમાં મચ્છરના પોરાનો નાશ થાય તે માટે પંપ દ્વારા બી.ટી.આઈ. દવા અને બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બી. ટી. આઇ. એ મૂળ જૈવિક પોરનાશક છે અને પર્યાવરણ માટે ખૂબ સુરક્ષિત છે. આ છંટકાવ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના ચિરાગ ઉપેરિયા, દેવેન્દ્ર ચાવડા તથા ભારૂ વાલજી રવીયા સહયોગી રહ્યા હતા.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..