Back

મુંદરા ના ગેલડા સબ સેન્ટર માં કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

કિશોર - કિશોરી ને કિશોરાવસ્થાના ફેરફારથી વાકેફ કરાયા

આજ રોજ સરકારી દવાખાના ભુજપુર દ્વારા ગેલડા સબ સેન્ટર માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી . આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ગિરવર બારીઆ  સાહેબ અને પીએચસી મેડીકલ ઓફિસર ડૉ. ક્રિષ્ના ઢોલરીયાના માર્ગદર્શન  હેઠળ આ કાર્યક્રમ યોજાયો

એડો.હેલ્થ .કાઉન્સીલર મહેન્દ્ર વાઘેલા દ્વારા કિશોરીઓ માં ૧૦ થી ૧૯ વર્ષ દરમિયાન તેઓમાં વિવિધ ફેરફારો વિષે માહિતી આપી જેવી કે જીવનના ૧૦  થી ૧૯ વર્ષના ગાળાને તરુણાવસ્થાગણવામાં આવે છે. આ સમયગાળામાં તરુણ હતાશા ન અનુભવે અને શૈક્ષણિક કારકીર્દીમાં આગળ વધે તે ખુબ જરૂરી છે.આ અવસ્થા દરમિયાન તરુણ પાતાની આગવી ઓળખ ઉભી કરવા ઇચ્છતા હોય છે અને તેમ કરવામાં તેઓ ક્યારેક કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે, તરુણોમાં નીચેની સમસ્યાઓ જોવા મળે છે.શારીરિક,માનસિક અને હોર્મોનના ફેરફારની સાથે સ્વભાવની સમસ્યા થાય છે. આ સમય માં તરુણો વધારે સંવેદનશીલ થાય છે. તેલીય ત્વચા અને ખીલ ની સમસ્યા.માં-બાપ નું કહ્યું ન માનવું અને જાતે નિર્ણય લઈ જોખમી કામ કરવાથી સમસ્યા ઉદભવે છે.જલ્દી ગુસ્સે થઇ જાય છે.તેવોના માનસિક આરોગ્ય, તેવોને વિવિધ સમસ્યા વિશે ગેમ કિશોર નો શોર શૉ વિડિઓ બતાવવામાં આવ્યો અને પ્રશ્નોતરી રાખવામાં આવી . ત્યારબાદ ફી.હે..ભાવનાબેન પટેલ દ્વારા દરેક કિશોરીને માસિક ધર્મ માં રાખવાની સ્વચ્છતા રાખવા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાર વ્યશનથી દુર રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. .અને દરેક કિશોરીને આયર્ન ગોળી ,સેનેટરી પેડ વિતરણ કરી નારતો કરાવવામાં આવ્યો. આશા કાર્યકર જશુબા જાડેજા સહભાગી બન્યા હતા.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..