Back

મુન્દ્રા તાલુકામાં ચોમાસા પહેલા મચ્છર ઉત્પતિ કેન્દ્રનો નાશ કરાયો

પ્રકાશ ઠક્કર દ્વારા...


ચોમાસા અને ત્યારબાદનાં મહિનાઓ દરમ્યાન મચ્છરોથી ફેલાતા રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુંનું પ્રમાણ વધારે જોવા મળે છે આ રોગોનો ફેલાવો કરતા મચ્છરો ખાસ કરીને ઘરની અંદર તેમજ ઘરની આજુ બાજુ સ્થગિત થયેલા પાણીમાં ઉત્પન થતા હોય છે ડેન્ગ્યું રોગ ફેલાવતા એડીસ મચ્છર બિનઉપયોગી ટાયરો અને અન્ય ભંગાર વસ્તુઓમાં કે જેમાં પાણી ભરાઈ રહેવાની શક્યતાઓ હોય છે તેમાં ઉત્પન થતા હોઈ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પંકજકુમાર પાંડેની સુચનાથી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજીવ અંજારીયાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકામાં આવેલ હોટલ, ગેરેજ તથા ટાયર પંચર રીપેરીંગ સેન્ટરોની મુલાકાત લઈને ચોમાસા પહેલા મચ્છર ઉત્પતિ અટકાવવા માટે બિનઉપયોગી પડી રહેલા ટાયરો, ભંગાર માલ સમાન વિગેરેની ચકાસણી કરીને ટાયરોમાં ભરાઈ રહેલ વાવાઝોડા દરમ્યાનના વરસાદી પાણીના નિકાલ કરીને તેને પતરાના શેડ નીચે કે પ્લાસ્ટીક શીટથી ઢાંકીને રાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી જુંબેશ રૂપે તાલુકાભરમાં કરવામાં આવશે અને તેમાં સ્વૈચ્છિક રીતે ટાયર પંચર દુકાનદારો અને હોટલ માલિકો મચ્છર ઉત્પતિ કેન્દ્રોનો નાશ કરવામાં સહયોગી થાય એવી અપીલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયાએ કરી છે.

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..