Back

મુંદરા ની સી.કે.એમ.કન્યા વિદ્યાલયની કિશોરીઓનું આરોગ્ય તપાસ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મુંદરા ની સી.કે.એમ.કન્યા વિદ્યાલયની કિશોરીઓનું આરોગ્ય તપાસ અને માર્ગદર્શન કાર્યક્રમ 

ઝરપરા પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડૉ. ક્રિષ્ના બેન ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ અને  સી.કે.એમ.કન્યા વિદ્યાલય ના આચાર્ય શ્રી ડૉ. હિના જાની ના સહયોગ થી કાર્યક્રમ યોજાયો

એડો.હેલ્થ.કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા અને સુપરવાઈઝર ગંગાબેન વિજોડા દ્વારા ૧૦ થી ૧૯ વય ની કિશોરીઓ ને વિવિધ આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેઓમાં થતા વિવિધ ફેરફારો , શારીરિક, માનશીક , સામાજિક અને ભાવાત્મક , અને તેઓનું સારા આરોગ્ય માટે પોષણ યુક્ત આહાર ખાવા , આયર્ન ફોલિક એસિડ ગોળી ખાવા અને દરેક કિશોરી ઓને લોહીની તપાસ કરાવવા માટે સમજાવવામાં આવ્યા હતા.ત્યારબાદ લેબ.ટેક. સંસ્કૃતિબેન મહેતા ,ફી.હે.વ.ભગવતીબેન ભટ્ટી , મંજુલાબેન મેઘાણી, ધ્રુતીકા બેન મોરી દ્વારા  ૮૦ જેટલા કિશોરીઓનું લોહી તપાસ કરવામાં આવી હતી.

વિદ્યાલયના આચાર્ય ડૉ. હિના જાની અને વિદ્યાલય ના સ્ટાફ નો પૂરો સહયોગ મળ્યો હતો.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..