મુન્દ્રા પોર્ટ વિસ્તારની પરપ્રાંતીય મજૂર વસાહતોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ
પ્રકાશ ઠક્કર દ્વારા..
જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના બાદ રવિવારે આરોગ્યતંત્રની ટીમે કરી કામગીરી
છેલ્લા પાંચ વર્ષથી
મુન્દ્રા તાલુકામાં મેલેરિયાના કેશોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ત્યારે
જિલ્લાકક્ષાની સુપરવાઈઝરોની મીટીંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર
કન્નરે તાલુકામાં આવેલી કંપનીઓમાં પરપ્રાંતીય મજૂરોની સતત આવન જાવન ચાલુ રહેતી હોઇ
લેબર કોલોનીમાં સઘન તપાસ કરીને મેલેરિયા, ડેન્ગ્યુ
જેવા રોગ અટકાયતી પગલાંઓ લેવાની સૂચના આપતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના
મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર પ્રકાશ ઠકકરની
ટિમ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે રજાના દિવસોમાં
લોકો કોલોનીમાં જ મળી રહેતા હોઇ રવિવારના દિવસે મુન્દ્રા પોર્ટ વિસ્તારની મીઠાણી, જીલાની, આબીદ, સુલતાન, કાસમ, વાદી તેમજ કપિલ વાડી કોલોનીમાં કરાયેલ સર્વેમાં કુલે ૮૬ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી
જેમાંથી ૧૦ તાવના દર્દીઓ મળી આવતા તેમને રેપીડ ડાયગનોસ્ટીક ટેસ્ટ કીટ દ્વારા સ્થળ પર જ નિદાન કરવામાં
આવતા એક પણ મેલેરિયાનો કેશ જણાયેલ નહોતો.
તાલુકા આરોગ્ય
અધિકારી ડો. ગીરીવર બારીઆના માર્ગદર્શન હેઠળ પોર્ટ વિસ્તારની મજૂર વસાહતોની આસપાસ
ભરાઈ રહેતા પાણીમાં બી.ટી.આઈ. દવાનો પંપ દ્વારા છંટકાવ, ઓઇલ છંટકાવ અને એબેટ દ્વારા પોરનાશક કામગીરી કરવામાં આવી
હતી. મેલેરિયા અને ડેન્ગ્યુને નાથવા લોકો પોતે જાગૃત થાય અને આરોગ્ય તંત્રને સહકાર
આપે એવી અપીલ કરવામાં આવી હતી.
સમગ્ર કામગીરીમાં
ઝરપરા આરોગ્ય કેન્દ્રના જીગ્નેશ પંચાલ, સુધીર
ઝાલા, રાજશી સોલંકી, નીકુલ
પરમાર, ચિરાગ ઉપેરિયા તથા દેવેન્દ્ર ચાવડા સહયોગી રહ્યા હતા. પોતાનો
જન્મ દિવસ હોવા છતાં જરૂરતમંદ લોકોને સારવાર મળી રહે એવા માનવીય અભિગમ સાથે રજાના
દિવસે પણ ફરજ બજાવનાર દેવેન્દ્રભાઈને તાલુકા આરોગ્ય અધિકારીએ અભિનંદન આપીને
કામગીરીની સરાહના કરી હતી.










