Back

ઝરપરામાં આશાઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું

પ્રકાશ ઠક્કર દ્વારા..

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ક્રિષ્નાબેન ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ ઝરપરા તેમજ ધ્રબ અને મુન્દ્રાની ફિમેલ હેલ્થ વર્કર અને આશા બહેનોની બેઠક તાજેતરમાં યોજાઇ ગઈ. જેમાં ફિમેલ હેલ્થ સુપરવાઈઝર ગંગાબેન વીંજોડાએ રસીકરણકુટુંબ કલ્યાણ, જનની શિશુ યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, માતા અને બાળ સંભાળ,  ટેકો એન્ટ્રી જેવી આરોગ્યલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. 

ચોમાસામાં થતા રોગો સંદર્ભે કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશ ઠકકરે નિયમિત ક્લોરીનેશન ઉપર ભાર આપીને રોગચાળા અટકાયતી પગલાં અંગે જાણકારી આપી હતી. જ્યારે ચિરાગ ઉપેરિયાએ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો અટકાવવા સર્વેલન્સ અને પોરનાશક કામગીરી નિયમિત થાય તે જોવા ભલામણ કરી હતી. તથા મેલેરિયાનું સ્થળ પર જ નિદાન થઈ જાય તે માટેની રેપીડ ડાયગનોસ્ટિક ટેસ્ટનું લેબોરેટરી ટેકનેશિયન સંસ્કૃતિબેન મહેતાએ પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું.

૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થતા આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની પખવાડિયાની ઉજવણી અંગે વિગતવાર માહિતી આપતા કેન્દ્રના દિનેશભાઇ શેખડીયાએ જણાવ્યું હતું કે ફેમિલી આઇ. ડી. નંબર, ફોટો અને રેશનકાર્ડ તથા આધારકાર્ડની ઝેરોક્ષ નકલ આપવાથી આયુષ્યમાન કાર્ડ વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે તથા આનો લાભ પાંચ લાખ સુધીની સારવાર માટે ગુજરાતની 980 સહિત ભારતભરની હોસ્પિટલમાં મળી શકશે એમ જણાવ્યું હતું.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..