Back

મુન્દ્રામાં રોગ અટકાયતી કામગીરી હાથ ધરાઈ

પોરાભક્ષક માછલીઓ મુકવાની સાથે દવા છંટકાવ કામગીરી કરાઇ.

ગત સપ્તાહ દરમ્યાન ભારે વરસાદ તથા મચ્છરને અનુકૂળ તા૫માન, ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગો ખાસ કરીને મેલેરિયા અને ડેન્ગ્યુ  કેસોમાં વઘારો નોંઘાવાની શકયતા રહેલી છે ત્યારે વરસાદી પાણીના ભરાવાથી તથા માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છર ઉત્પતિ વઘુ પ્રમાણમાં થાય છે. ખાસ કરીને અગાસી પર પડેલ પક્ષીકુંજ, ટાયર, ડીસ્પોઝેબલ ડબ્બા, ક૫ ડિશ, ખાલી બોટલો, છોડના કુંડામાં જમા રહેતુ વઘારાનું પાણી / વરસાદી પાણી  તથા આઉટ લેટ બંધ થવાથી અને લેવલીંગના અભાવે અગાસી અને છજજામાં જમા વરસાદી પાણીમાં, ખુલ્લા અને બિનવપરાશી સિમેન્ટના ટાંકા, બેરલ, કેરબા વગેરેમાં મેલેરિયા અને ડેન્ગ્યુ રોગ ફેલાવતા મચ્છરની ઉત્પતિ જોવા મળે છે. મચ્છર અને તેના પોરાના નાશ માટે લોકો પોતે જાગૃત થાય અને આરોગ્ય તંત્રને સહકાર આપે એવી અપીલ કરવામાં આવી છે.

મુન્દ્રામાં ચોમાસાની ઋતુ બાદ મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાન સમા પાણીના સ્ત્રોતોમાં મચ્છરના પોરાનો નાશ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અવાળા, હોજ, પાણીના ટાંકા, તળાવોમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી રહી છે તથા નદી, ખાડા - ખાબોચિયા, ખુલ્લી વરસાદી ગટર જેવા વિસ્તારોમાં પંપ દ્વારા બી.ટી.આઈ. (બેસીલસ થુરીન્જીએસીસ ઇઝરાયેલ એન્સીસ) દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે બી. ટી. આઇ. એ મૂળ જૈવિક પોરનાશક છે અને પર્યાવરણ માટે ખૂબ સુરક્ષિત છે. મુન્દ્રામાં આ છંટકાવ કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના સુપરવાઇઝર પ્રકાશ ઠકકર, સુધીર ઝાલા તથા રાજશી સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.

તેમજ પેરામેડીકલ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જાઇને તપાસ હાથ ધરવામાં આવે છે અને એબેટ નામની દવાના ઉપયોગથી અથવા પાત્રો ખાલી કરાવીને પોરાનો નાશ કરવામાં આવી રહ્યો છે. જેથી મચ્છરોની ઘનતામાં ઘટાડો લાવી શકાય અને વાહકજન્ય રોગોને વધુ વિસ્તરતા અટકાવી શકાય. ઉપરાંત જે લોકોને તાવ જેવી અસર દેખાય તેવા લોકોના લોહીના નમુના પણ લેવામાં આવી રહ્યા છે જાન્યુઆરીથી અત્યાર સુધી મુન્દ્રામાં ૫ કેશ મેલેરિયાના તથા ૫  ડેન્ગ્યુના દર્દીઓ બહાર આવ્યા છે. જે હાલે સારવાર લઈને સજા થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..