Back

મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની આંગણવાડીમાં શિશુઓને આપતા અનાજમાં તંગી કે પછી..?

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : બિમલ માંકડ


મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની આંગણવાડીમાં શિશુઓને આપતા અનાજમાં તંગી કે પછી..?


મુન્દ્રા તાલુકાના બારોઇ ગામમાં આવેલી આંગણવાડી  ઘટક-૧ માં શિશુઓના વિકાસ માટે આપવામાં આવતા અનાજ વિતરણ કરતી વખતે જાણ ન કરાતી હોવાના સુર ઉઠવા પામ્યાં છે આ બાબતે ગામ મહિલા અગ્રણી આશાબેન મહેશ્વરી એ વાત્સલ્ય ન્યુઝ સાથે ટેલિફોનિક માહિતી આપીને જણાવ્યું હતું કે આંગણવાડી હેલ્પર અને સંચાલકો દ્વારા સરકાર તરફથી જે શિશુ પરિવારને પૌષ્ટિક આહાર રૂપે અનાજ આપવામાં ગોલમાલ કરવામાં આવે છે આ આહાર માસના ચોથા મંગળવારે વિતરણ કરવાનું હોયછે તેની જાણ આંગણવાડી સંચાલકો દ્વારા કરવામાં આવતી નથી જેના કારણે અનેક શિશુઓને સરકારના લાભોથી વંચિત રહેવું પડે છે જેના કારણે આ ગરીબ પરિવારના બાળકો કુપોષણનો ભોગ બની રહ્યાં છે અને આંગણવાડીમાં પુછા કરવામાં આવે ત્યારે હાજર હોય તેને મળે તેવા ઉડાઉ જવાબો આપવામાં આવે છે આ વેળાએ વિઝીટપર આવેલા સુપરવાઈઝરને રજુઆત કરવા ગયેલા આશાબેનને તોછડું વર્તન કરીને જણાવ્યું હતું કે તમારે જિલ્લા કક્ષાએ કે ગાંધીનગર કક્ષાએ રજુઆત કરવી હોય તો કરી શકો છો સરકાર તરફથી નિમાયેલા એક સુપરવાઈઝર નું આવું વર્તન કેટલે અંશે વ્યાજબી ગણાય..? સરકાર એક તરફ કુપોષણ નો ભોગ ન બને તેમાટે અનેક તકીદારીના પગલાં ભરી રહી છે ત્યારે આ આંગણવાડીમાં છેલ્લા ત્રણ મહિનાથી સરકાર દ્વારા શિશુઓને અપાતું અનાજ ન મડયાની વાત કરી હતી ત્યારે મુન્દ્રા આઈ.સી.ડી.એસ કચેરી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બારોઇ તેમજ આસપાસ ની આંગણવાડીમાં યોગ્ય સમયે શિશુઓને આપવામાં આવતું અનાજ ખરેખર વિતરણ કરવામાં આવે છે કે કેમ તે બાબતે યોગ્ય તપાસ કરવી જોઈએ જો આવું કૃત્ય સર્જાતું હોય તો કેટલાય શિશુઓ સરકારના લાભોથી વંચિત રહેતા હશે તે પણ એક તપાસનો વિષય છે આવા હેલ્પરો અને સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા સહિતની માંગ મહિલા અગ્રણી આશાબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવી છે

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..