Back

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો દુરુપયોગ,હેરફેરની અટકાયત દિવસની ઉજવણી કરાઈ

મહેન્દ્રકુમાર વાઘેલા દ્વારા

મુંદરા ના રતાડીયા પીએચસી અને વાંકી પીએચસીમાં ૨૬ જુન ના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો દુરુપયોગ, હેરફેરની અટકાયત દિવસની ઉજવણી કરાઈ

રતાડીયાના મેડીકલ ઓફિસર ડૉ.ગીરવર બારિયા ,ડૉ.રીતુ પરમાર અને વાંકી મેડીકલ ઓફિસર ડૉ.યસપાલસિહ રાઠોડ,ડૉ.કોમલ દાફળાના માર્ગદર્શન હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

એડો.હેલ્થ.કાઉન્સીલર મહેન્દ્ર વાઘેલા અને વી.ડી.ઠક્કર દ્વારા ૧૦ થી ૧૯ વર્ષના કિશોર કીશોરીને ડ્રગ્સ વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી આ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું આજની થીમ હેલ્થ 4 જસ્ટીસ અને ન્યાય 4 હેલ્થ વિષે સમજાવવામાં આવ્યું ત્યારબાદ તેઓના સ્વાસ્થ્ય વિસયક માર્ગદર્શન આવવામાં આવ્યું અને મહેન્દ્ર વાઘેલા અને વી.ડી. ઠક્કર દ્વારા તેઓને આજ ના દિવસનું મહત્વ વિષે સપ્ત્ધારા અંતર્ગત પપેટ શો દ્વારા રમત સાથે જ્ઞાન અપાયું.દરેક કિશોર કિશોરીઓને નાસ્તો કરાવીને લેબ.ટેક ધવલ ભાવસાર, નયનાબેન અને ફી.હે..ઉષાબેન દ્વારા તેવોનું એચ.બી. તપાસ , વજન ,ઉંચાઈ, બી.એમ.આઈ. કરવામાં આવ્યું હતું આર.બી.એસ.કે. ડૉ. વર્ધન પટેલ , ડૉ.કાવેરી મહેતા દ્વારા આરોગ્ય માર્ગદર્શન અપાયું હતું. ડૉ. યશપાલસિહ રાઠોડ ,ડૉ.રીતુ પરમાર અને ડૉ.કોમલ દાફળા અને કિશોરી કિશોરીઓને હેલ્થ ક્લિનિક વિષે ,સ્વાસ્થ્ય વિષયક વિસ્તૃત માહિતી આપવામાં આવી.કાર્યક્રમને સફળ બનાવવા માટે રતાડીયા ના શિક્ષક ચંદુભાઈ ગોહિલ , આરોગ્ય કર્મચારી સંજય સોલંકી ,હિતેશ ચીહલા અને વાંકી પીએચસી ના નીતિન ભાનુશાળી ,હિતેશભાઈ ,રાહુલ રાઠોડ ,જયંતી બાવળિયા , અને આશાબેન સહયોગ રહ્યો હતો.

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..