Back

મુન્દ્રાની પી.ટી.સી. કોલેજમાં સ્વચ્છતા અભિયાન સહિત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

પ્રકાશ ઠક્કર દ્વારા..

મુન્દ્રાની શેઠ લખમશી નપુ ડી.એલ.એડ. (પી.ટી.સી.) કોલેજમાં સ્વચ્છતા અભિયાન, અહેવાલ લેખન તથા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપનીના પ્રબંધક એમ. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કોલેજની ૬૫ તાલીમાર્થીઓ દ્વારા ૪૩ શાળાઓમાં ઇન્ટરશીપ દરમ્યાન સ્વચ્છતા અભિયાન પ્રોજેકટ અંતર્ગત સ્વચ્છ કચ્છ - સ્વસ્થ કચ્છનો સામુહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. ઇન્ટરશીપના શ્રેષ્ઠ અહેવાલ લેખન માટે પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ પ્રેમીલા બાંભણીયા, ખુશ્બુ મેસુરાણી તથા છાયા ગાગલનું અભિવાદન કરવાની સાથે એચ.પી.સી.એલ. કંપનીના નવીનકુમારના હસ્તે તાલીમાર્થીઓને ડ્રોઈંગ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારતીય પરંપરામાં ઉજવાતા પર્વોમાં મૂલ્યોનું માવજત કરી તહેવારો ઉજવવાની કોલેજના આચાર્ય રમણભાઈ ચાવડાએ હાકલ કરી હતી જ્યારે પ્રાધ્યાપક રાજેન્દ્ર કુબાવતે ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. અખંડ ભારતનું સ્મરણ કરાવતા પ્રાધ્યાપક ડો. કેશુભાઈ મોરસાણીયાએ સમાજ - દેશ પાસેથી મેળવવાની સાથે આપવાની ભાવના કેળવવાની શીખ આપી હતી. તો રીટાબેન તવિયાડે સમાજ રક્ષકોને શબ્દોથી નવાજ્યા હતા જ્યારે કંપનીનું ઋણ સ્વીકાર કરતા કિરીટભાઈ જોષીએ શ્રાવણી મેળાઓને મસ્તબની માણવાની સાથે નવું નવું જાણવાની વાત કરી હતી. અશ્વની ચાવડાએ બ્રહ્માકુમારીઝ મુન્દ્રા સેન્ટર તરફથી આવેલ રક્ષાબંધન સંદેશનું વાંચન કરેલ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિકા ડાંગર દ્વારા કરવામાં આવેલ.

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..