Back

મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

પ્રકાશ ઠક્કર દ્વારા..

 અષાઢી બીજના મુન્દ્રા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ સરસ્વતિ સન્માન સમારોહમાં પી.ટી.સી.ના બીજા વર્ષમાં ૮૭ ટકા સાથે લોહાણા જ્ઞાતિમાં કચ્છમાં પ્રથમ ક્રમાંકે આવવા બદલ તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠકકરનું મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા મહિલા મંડળની બહેનોના હસ્તે શિલ્ડ આપીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તિતિક્ષાએ સમગ્ર જિલ્લામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને તેમની માતા જાગૃતિબેન પ્રભુલાલ રાયચુરા રતાડીયાની સંજીવની ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે અને પિતા પ્રકાશચંદ્ર હરિદાસ ઠકકર મુન્દ્રામાં હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તિતિક્ષાને લોહાણા મહાજનના પ્રમુખ મનોજ કોટક, મંત્રી પુનીત ગણાત્રાએ તેમણે મેળવેલ સિધ્ધિ બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..