Back

મુન્દ્રા ની સરકારી હોસ્પિટલ (CHC) મા મુન્દ્રા મહેશ્વરી સમાજના યુવા અાગેવાનો અને ડોક્ટરો દ્વારા કરાયું સેવાકિય કાર્ય

બિમલ માંકડ 78746 35092


વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : બિમલ માંકડ


મુન્દ્રા ની સરકારી હોસ્પિટલ (CHC) મા મુન્દ્રા મહેશ્વરી સમાજના યુવા અાગેવાનો અને ડોક્ટરો દ્વારા કરાયું સેવાકિય કાર્ય 

સમગ્ર કચ્છ જ્યારે ડેન્ગ્યુના ભરડામાં ભરાયેલો છે ત્યારે મુન્દ્રામાં પણ હાલે ડેન્ગ્યુ તાવ એ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ખાનગી ક્ષેત્રે સેવા આપનારાઓ અમૂક લોકો દિવાળી વેકેશન કે અન્ય કારણોસર દિવાળીના તહેવારો દરમિયાન હાજર ન હોતા પરિસ્થિતિ વણસી છે હાલમાં મુન્દ્રા તાલુકા અને જીલ્લા આરોગ્ય તંત્રની સરાહનિય કામગીરી સાથે અત્રે મુન્દ્રા ખાતે મહેશ્વરી સમાજના હરેશભાઈ મોથારીયા અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘના મહામંત્રી, ભરતભાઈ પાતારીયા, ડૉ.બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિના પ્રમુખ અને ગ્રામ પંચાયત સભ્ય, ભરતભાઈ સોંધરા નજકરમ સેવા સમિતિ ગ્રુપના પ્રમુખ તેમજ વિજયભાઈ કાગી અને સુનિલભાઈ ધુઆ એ યુદ્ધના ધોરણે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખાટલા સાથે ગાદલાઓની ગોઠવણી કરી આપવામાં આવી હતી આ કાર્યમાં સી.એચ.સી મુન્દ્રા ના ગાયનેક ડોક્ટર સમસુદિન દામાણી તેમજ મેડિકલ ઓફિસર ડૉ.મંથનભાઈ ફફલ  અને કંમ્પાઉન્ડર નિતિનભાઈ દ્વારા સારો સહયોગ રહ્યો હતો.દિવાળી ઉત્સવોના સપરમાં દિવસો મા પણ ડેન્ગ્યુના દર્દિઓને રાહત રહે એ માટે સી.એચ.સી મુન્દ્રા ની કામગીરી કાબિલે તારિફ રહી હતી સમયોનુસાર સરકાર તેમજ સરકારી તંત્રની સાથે રહેવું એ આમ નાગરિક તરીકેની આપણી રાષ્ટ્રીય ફરજ છે તેવું આ સરાહનીય કામગીરી કરનાર સર્વે કાર્યકરોએ જણાવ્યું હતું આ સેવાકીય પ્રવૃત્તિને શહેરના લોકોએ બિરદાવી હતી

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..