Back

મુન્દ્રાના સ્વામિનારાયણ મંદિરે અદભુત હિંડોળા તથા હિમાલય દર્શન રંગ જમાવે છે

પ્રકાશ ઠક્કર દ્વારા..

હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવાલયોમાં ભક્તોની ભીડ જામે છે ત્યારે મુન્દ્રાના બારોઇ રોડ મધ્યે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં અદભુત હિંડોળા દર્શન ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હરિને હૈયાના હિંડોળે ઝૂલાવવાના ઉત્સવ એવા હિંડોળા પર્વ દરમ્યાન સંતો - ભક્તોને મહાપ્રભુજીની નિકટમાં આવવાની સ્વર્ણિમ તક સાંપડે છે. અયોધ્યામાં ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવને ઝૂલા-ઉત્સવતરીકે ઊજવવામાં આવે છે. તો વળી, વૃન્દાવનમાં પણ કલાત્મક હિંડોળાની રચનાઓ કરવામાં આવે છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં તો સંતો-ભક્તો દ્વારા આ હિંડોળા ઉત્સવની ઉજવણી ઘણા જ મહિમાસભર ભક્તિભાવથી ઉમંગોલ્લાસ પૂર્વક કરવામાં આવે છે. હિંડોળા પર્વે ભગવાનને ઝુલાવવાના પાવન અવસરે સંતો-ભક્તો નિત નૂતન પદાર્થોથી હિંડોળાને શણગારે છે. કોઈ દિવસ સુગંધીમાન પુષ્પો હોય, તો કોઈ દિફળ, સૂકોમેવો, કઠોળના, મોતીના, આભલાનાં, કોડી-શ્રુંખલાના, છીપલાં, ચશ્મા, રુદ્રાક્ષ આદિ વિધ વિધ ભાત ભાતના સુંદર અને આકર્ષક કલાત્મક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં પ્રભુને બિરાજમાન કરીને સાંયકાળે પ્રભુપ્રેમી સંતો-ભક્તો તેમના લાડકોડ-મનોરથ તન-મન-ધનથી સેવા કરીને પરિપૂર્ણ કરે છે. મહાપ્રભુજી પણ મંદ મંદ મુસ્કાન કરી હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો-ભક્તો ઝાંઝ, મંજીરા, ઢોલક આદિ વાજિંત્રો તાલબદ્ધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ કરે છે. સંધ્યાનો સમય થાય એટલે પુજનીય સંતો ભગવાનની સંધ્યા આરતી કરે છે. આ દર્શન, આ અનુપમેય સુખની વાત જ ન્યારી છે.

ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, વર્ષાનાં અમીછાંટણાથી હરીભરી ધરાનું સૌન્દર્ય સોળે કળાએ ખિલ્યું હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાનને સંતો - ભક્તો વિવિધ હિંડોળામાં બિરાજમાન કરી દર્શન  કરતાં કરતાં ઝુલાવે અને પાવન બને છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવો આવે છે. એમાં મહા કવિ કાલિદાસ કહે છે તે મુજબ "ઉત્સવ પ્રિયા ખલુ માનવા:"  એ ન્યાયે ઉત્સવ માણસને આનંદ અને ઉલ્લાસની  પ્રતીતિ કરાવે છે. આ ઉત્સવોમાં હિંડોળા ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે. હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ બીજ સુધી ચાલતો હોય છે. આ ઉત્સવમાં સંતો-ભક્તો પોતાના મનના સંકલ્પો પ્રમાણે ભગવાનને હિંડોળામાં બેસાડીને ઝુલાવીને ભક્તિ અદા કરે છે. મુન્દ્રામાં હિંડોળા ઉપરાંત હિમાલય તથા છપૈયા દર્શનનો લાભ લેવા માટે ભક્તો દુર દુરથી ઉમટી પડે છે દરરોજ વિવિધ શૃંગાર અને અનોખા શણગાર ભક્તોને ભક્તિમાં રસ તરબોળ કરી રહ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભક્તિરસમાં રંગાઈ રહ્યા છે.

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..