Back

મુન્દ્રાના રતાડીયામાં શિક્ષકદિન ઉજવાયો

પ્રકાશ ઠક્કર દ્વારા..

5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષકથી સફર ખેડીને રાષ્ટ્રપતિ પદ પર પહોચેલા આપણા મહામહિમ ફિલોસોફર એવા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મુન્દ્રા તાલુકાના રતાડીયા પ્રાથમિક શાળામાં બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને પોતામાં કર્તવ્ય નિષ્ઠાના ગુણ કેળવાય તે માટે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 8ના બાળકો શિક્ષક બનીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોની શિક્ષક ટીમમાં પુજાબેન પ્રકાશભાઈ ઠકકર આચાર્ય બન્યા હતા અને સમગ્ર વર્ગ સંચાલનની ગોઠવણી કરી હતી. શાળાના સ્ટાફ દ્વારા ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં શાળાના આચાર્ય નીપાબેન ગોસ્વામી દ્વારા એક દિવસના બાળ શિક્ષકો પાસેથી અભિપ્રાય મેળવીને ભાગ લેનાર તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..